બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / australia allrounder glenn maxwell vini raman engagement news indian girl
ADVERTISEMENT
આ ધુરંધર બેટ્સમેને ગત મહીને જ વિની રમન સાથે સગાઇ કરી લીધી હતી, પરંતુ આ વખતે તેઓએ ઇન્ડિયન સ્ટાઇલમાં સગાઇ કરી છે.
મેક્સવેલની ગર્લફ્રેન્ડ વિની રમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર સગાઇની ફોટો શેયર કરી છે. વિની રમને જણાવ્યું કે ગત રાત્રીએ ભારતીય રીત રિવાજની સાથે ગ્લેન મેક્સવેલે સગાઇ કરી છે. આ સગાઇમાં તેમના નજીકના મિત્ર અને પરિવારજનો સામેલ થયા હતા. ગ્લેન મેક્સવેલે મોરપિચ્છ કલરની શેરવાની પહેરી રાખી હતી. મેક્સવેલની ગર્લફ્રેન્ડ વિની રમને બ્લેક કલરનો લહેંઘો ચુન્ની પહેર્યો હતો. જેમા તે ખુબ જ સુંદર દેખાઇ રહી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં ગ્લેન મેક્સવેલે આ વિશે જાણકારી આપી હતી કે તેઓએ અને વિની રમને સગાઇ કરી લીધી છે અને જલ્દી જ લગ્ન કરશે. જલ્દી જ 31 વર્ષના સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ એવા બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી બની જશે જે ભારતના જમાઇ હશે. વિની રમન સાથે લગ્ન બાદ મેક્સવેલ શૉન ટેટ બાદ બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની જશે જેણે ભારતીય મૂળની યુવતીને પોતાની જીવનસાથી બનાવી હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં જ મેક્સવેલે પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ક્રિકેટથી બ્રેક લઇ લીધો હતો. મેક્સવેલે ખુલાસો કર્યો હતો કે એ વિની રમન છે, જેણે માનસિક સ્વાસ્થ્ય અંગેની ઓળખ કરી હતી.
ADVERTISEMENT
મેક્સવેલ માનસિક અને શારીરિક રીતે ઘણા થાકી ગયા હતા. જેના કારણે તેઓએ ઓક્ટોબર 2019માં માનસિક સ્વાસ્થ્યને કારણે આરામ લેવા માટે મજબૂર થવું પડ્યું હતું. ગ્લેન મેક્સવેલ ઓક્ટોબર 2019માં શ્રીલંકાની વિરુદ્ધ પહેલી બે મેચ રમ્યા બાદ પોતાના માનસિક સ્વાસ્થ્યને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હટી ગયા હતા.
મેક્સવેલે જણાવ્યું કે વિની રમનને કારણે તેઓ ફરીવાર ક્રિકેટમાં પરત ફર્યા. મેક્સવેલે કહ્યું કે વિની રમને સૌથી પહેલા તેઓમાં બદલાવ અનુભવ્યો. તેઓએ કહ્યું કે, ખરેખર તો તે મારી ગર્લફ્રેન્ડ હતી, જેણે મને કોઇની સલાહ લેવા માટે કહ્યું. સૌથી પહેલા તેને મારી અંદર બદલાવ નો અહેસાસ થયો અને હું તેનો આભાર વ્યક્ત કરું છું.
મેક્સવેલ અને વિની 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મેક્સવેલ 2019ની શરૂઆતમાં વિનીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સમાં લઇ ગયા હતા. ભારતીય મૂળની વિની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સેટલ થઇ છે. તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ તે ફાર્માસિસ્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.