ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / audio clip of kuwarji bavaliya on bharat boghra goes viral
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં વ્યસ્ત બની છે. તો ક્યાંક પાર્ટીમાં સભ્યોની નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે જસદણ વિધાનસભાને લઇને કંઇક નવા જૂનીના સંકેત વર્તાયા છે. કોળી સમાજમાં હાલ બે ફાંટા પડી ગયા છે. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા એમ બે જૂથ પડી ગયા છે. આ વચ્ચે કુંવરજી બાવળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ભરત બોઘરાને ટિકિટ નથી મળવાની. અથવા તો ટિકિટ નથી માંગવાના. આ ઓડિયો ક્લિપને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
'બોઘરા સાહેબે ટિકિટ માંગવાની નથી'
ADVERTISEMENT
જસદણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ તેને લઇને રસાકસી જોવા મળી રહી છે. કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે બોઘરા સાહેબે ટિકિટ માંગવાની નથી. બુથની કામગીરીને લઇને તેઓ જણાવી રહ્યા હતા 10-15 ટકા જ બુથનું કામ બાકી છે. ત્યારે સિટીંગ એમએલએ તરીકે પૂર્વમંત્રી કુંવરજી બાવળિયાનો દાવો આ ઓડિયો ક્લિપથી સાબિત થઇ રહ્યો છે કે ભરત બોઘરા હવે ટિકિટ નહી માંગે. આ ઓડિયો ક્લિપ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા તે પછીની છે. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભા બેઠક પર ડૉ. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનું નામ સંભવિત ઉમેદવારોમાં છે.
આ અંગે મને કંઇ ખબર નથી- ડૉ. ભરત બોઘરા
ADVERTISEMENT
ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા ડૉ. ભરત બોઘરાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ આ અંતે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતું. તેમણે જણાવ્યું કે તેઓ આ અંગે કશું જાણતા નથી . જ્યારે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કોલ રિસીવ કર્યો જ નહીં. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જસદણ વિધાનસભા બેઠક પર નવોજ વળાંક જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સી.આર પાટીલ જ્યારે રાજકોટ આવ્યા તે પછીની આ આંતરિક વાત હતી પરંતુ ઓડિયો ક્લિપ વાયરલ થતા કુંવરજી બાવળિયા જ જસદણના ઉમેદવાર હશે તેવુ દેખાઇ રહ્યું છે. સંભાવના એવી પણ છે કે ડૉ. ભરત બોઘરાને કોઇ બીજી મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.. ત્યારે હાલ તો આ કથિત ઓડિયો ક્લિપ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
સંકળાયેલા મુદ્દાઓ