ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / atm-cards-will-be-closed-from-december-31

NULL / 1 જાન્યુઆરીથી કામ નહીં કરે તમારું ATM કાર્ડ બંધ થાય તે પહેલાં કરો આ કામ...

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બેંકો દ્વારા બહાર પાડવામાં આવેલી વિગત અનુસાર જૂના મૈગસ્ટ્રિપ કાર્ડ આગામી 31 ડિસેમ્બર બાદ ચાલશે નહીં. કેટલીક બેંકો દ્વારા અત્યારથી જૂના એટીએમ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જે કસ્ટમરો પાસે આ કાર્ડ છે અને જો તેમનું કેવાયસી અપડેટ છે તો બેંક દ્વારા તેમને નવું ઇલેકટ્રોનિક ઇએમપી ચિપવાળું એટીએમ કાર્ડ મોકલી જૂનું કાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા ગ્રાહકોનું જૂનું એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે

પરંતુ તેમને નવું કાર્ડ મળ્યું નથી. જેના કારણે તેમની મુશ્કેલી વધી છે. તેઓ એટીએમથી પૈસા નીકાળી શકતાં નથી. ઉલ્લેખનીય છે કે બેંકો દ્વારા ગત ઓક્ટોબરથી ગ્રાહકોને સૂચના આપવામાં આવી રહી છે.

એસબીઆઇ દ્વારા ખાતના સરનામા પર નવું ચિપવાળું એટીએમ કાર્ડ મોકલી જૂનું કાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યું છે.

જ્યારે અન્ય બેંકો પણ ગ્રાહકોને એસએમએસ દ્વારા સૂચના આપી રહ્યાં છે કે નજીકની બ્રાંચ પર જઇ નવા એટીએમ કાર્ડ ઇશ્યું કરાવી લેવા. જ્યારે એસબીઆઇના કેટલાક ગ્રાહકોને જૂનું કાર્ડ બ્લોક થઇ ગયું પરંતુ નવુ કાર્ડ હજુ સુધી મળ્યું નથી.

જેમનું એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે અને નવું મળ્યું નથી તેઓએ પોતાની બેંકની શાખાનો સંપર્ક કરવો. જો તમે ઇન્ટરનેટ બેંકિગ સુવિધાનો ઉપયો કરો છો તો ત્યાં રિક્વેસ્ટના ઓપ્શન પર ક્લિક કરો.

તમને મનપસંદ એટીએમ કાર્ડ પસંદ કરવાનો વિકલ્પ મળશે. પસંદ કર્યા બાદ ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી તેને સબમીટ કરી દો. નવા એટીએમ કાર્ડમાં સુરક્ષાના ફીચર્સને વધારવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયના કહેવા અનુસાર કરવામાં આવી રહ્યું છે. આરબીઆઇ દ્વારા આ પગલું ગ્રાહકોના એટીએમ-ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડની માહિતીને સિક્યોર રાખવા લીધું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ