ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / arshal patel share his experience about cricket Career

IPL / ગુજરાતના સ્ટાર ક્રિકેટરે ખોલી IPLની ટીમોની પોલ, કરિયરની શરૂઆત પર કર્યો મોટો ખુલાસો

Published By: Khyati

Last Updated: 11:40 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કેટલીક ટીમોએ તેને હરાજીમાં બોલી લગાવવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં તેઓએ પીછેહઠ કરી લીધી

ADVERTISEMENT

  • RCB સ્ટાર બોલર હર્ષલ પટેલનું છલકાયું દર્દ
  • 'વાયદો કર્યા પછી બોલી જ ન લગાવી '
  • 'છેતરાયો હોવાની લાગણી અનુભવી'

આઇપીએલની ટીમમાં સમાવેશ થવા બાબતે RCBના સ્ટાર બોલરે તેના શરુઆતના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બોલર હર્ષલ પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. પરંતુ હર્ષલ પટેલે હવે પ્રારંભિક IPL કારકિર્દી વિશે વાત કરી છે, જેમાં તેણે કહ્યું છે કે ઘણી ફ્રેન્ચાઇઝીએ તેની સાથે છેતરપિંડી કરી છે.
'કોઇએ બોલી જ ન લગાવી'

એક ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે જણાવ્યું કે ત્રણ-ચાર ટીમોએ તેની સાથે વાત કરી અને કહ્યું કે તે હરાજીમાં તેમના માટે બોલી લગાવશે. પરંતુ જ્યારે બોલી લગાવવાનો સમય આવ્યો ત્યારે કોઈએ કંઇ કર્યું નહીં.

'પોતાની જાતને છેતરી હોવાનો અહેસાસ થયો'

હર્ષલ પટેલે વધુમાં  જણાવ્યું હતું કે અલગ-અલગ ફ્રેન્ચાઈઝીના ત્રણ-ચાર લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેઓ મારા માટે બોલી લગાવશે. પરંતુ એવું ન થયું. મે પોતાની જાતને છેતરી હોવાનો અહેસાસ થયો. આરસીબીના સ્ટાર ખેલાડીએ કહ્યું કે હું ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયો હતો કે આ શું થઈ રહ્યું છે. તેણે કહ્યું કે હું મારી જાતને પૂછતો હતો કે હું કોણ છું, મે રમત માટે આટલું કર્યું પરંતુ મારી જ સાથે આવું થઈ રહ્યું છે. આ ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે તેના પરિવાર વિશે વાત કરી,  તે કેવી રીતે તે અમેરિકા શિફ્ટ થયો અને પરત આવીને કેવી રીતે તેઓ ક્રિકેટમાં જોડાયા. 

IPLમાં શાનદાર પ્રદર્શન 

તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું, વર્ષ 2021માં તે પર્પલ કેપ વિજેતા બન્યો હતો અને સિઝનમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ જ કારણ હતું કે IPL 2022ની મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને RCBએ 10.75 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદ્યો હતો.

હર્ષલ પટેલે IPLમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લીધી હતી. વર્ષ 2021માં તેણે ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. IPL 2022ની વાત કરીએ તો, હર્ષલ પટેલની બહેનનું ટૂર્નામેન્ટની વચ્ચે જ અવસાન થયું હતું, જેના કારણે તેણે થોડા દિવસો માટે ટીમનો સાથ છોડ્યો હતો પરંતુ બાદમાં તે ટીમમાં જોડાઇ ગયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL RCB harshal patel ફ્રેન્ચાઇઝી હરાજી હર્ષલ પટેલ Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ