ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / arjun tendulkar may debut in ipl mi share video

IPL 2022 / મેદાનમાં જલ્દી જ જોવા મળી શકે છે તેંડુલકર, મુંબઈ ઇન્ડિયન્સે VIDEO પોસ્ટ કરીને આપ્યા સંકેત

Published By: Khyati

Last Updated: 05:02 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇ ઇન્ડિયન્સે ફરી આપ્યા સંકેત, અર્જુન તેંદુલકર કરી શકે છે ડેબ્યૂ

ADVERTISEMENT

  • અર્જુન તેંદુલકર કરી શકે છે ડેબ્યૂ 
  • મુંબઇ ઇન્ડિયન્સમાં કરી શકે છે ડેબ્યૂ
  • આગામી મેચથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે 

IPL 2022 સિઝનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) કેટલાક મોટા ફેરફારોના મૂડમાં હોય તેમ જણાઇ રહ્યું છે.  મુંબઈની ટીમ શરૂઆતની તમામ 8 મેચ હારી ગઈ છે. જીતનું ખાતું પણ ન ખોલી શકનાર મુંબઈની ટીમે પોતાની 9મી મેચમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સે શેર કર્યો વીડિયો 

વાસ્તવમાં, મુંબઈ ફ્રેન્ચાઈઝીએ સચિન તેંડુલકરના પુત્ર અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ વીડિયો સાથે  મુંબઈ ફ્રેન્ચાઈઝીએ કેપ્શનમાં લખ્યું- અર્જુન, લય ભારી રે , વિથ પરફેક્ટ ફોલો થ્રુ એક્શન. સાત સેકન્ડના આ વીડિયોમાં અર્જુન રનઅપ સાથે બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન કોચિંગ સ્ટાફ પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં એવી આશા રાખી શકાય છે કે અર્જુન આગામી મેચથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. 22 વર્ષીય અર્જુન તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સુક છે.

અગાઉ પણ MIએ કર્યુ હતું ટ્વિટ 

આ પહેલા લખનૌના સુપર જાયન્ટ વિરુદ્ધ મેચ પહેલા મુંબઇ ટીમે એક ટ્વિટ કરીને સંકેત આપ્યા હતા કે અર્જુનનું ડેબ્યૂ થઇ શકે છે. ત્યારે ફ્રેન્ચાઇઝીની આ ટ્વિટ પર અર્જુનની બહેન સારા તેંદુલકરે પણ રિએક્શન આપ્યું હતું.  જે ઘણુ વાયરલ થયું હતું. જો કે અર્જુનને ડેબ્યૂ કરવાનો મોકો મળી શક્યો ન હતો. 

અર્જુન છે લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર 

22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેણે ઘરેલુ ટૂર્નામેન્ટમાં મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે. મેગા ઓક્શનમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીએ અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જુનના પિતા અને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે મુખ્ય કોચ શ્રીલંકાના મહેલા જયવર્દને છે.

રાજસ્થાન રોયલ્સ સામે રમશે મુંબઇની ટીમ

મુંબઈની ટીમનો આગામી મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ 30 એપ્રિલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. રોહિતની કેપ્ટનશિપવાળી મુંબઈની ટીમે હવે 6 વધુ મેચ રમવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 Mumbai Indians અર્જુન તેંડુલકર આઇપીએલ IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ