બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Anger in Hindu organizations after the video of offering namaz at Calorex School in Ahmedabad went viral.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા છે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો સ્કૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી પાંખ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ શિક્ષકને ક્લાસરૂમની બહાર કાઢી ઢોર માર માર્યો છે. તો બીજી બાજુ વિવાદ વકરતા સ્કૂલે માફી માંગી છે.

ADVERTISEMENT
સ્કૂલમાં હિન્દુ સંગઠનોનો વિરોધ
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો પહોંચ્યા છે. VHP, બજરંગદળો કાર્યકર્તાએ દ્વારા કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરાઈ રહી છે. પ્રિન્સપાલના રાજીનામાની માંગ પર ABVP વિદ્યાર્થી પાંખ અડગ છે. તો પોલીસની ટીમ પણ સ્કૂલ ખાતે દોડી આવી છે. પોલીસ દ્વારા હિન્દુ સંગઠનો અને ABVPના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ વાલીઓ પણ સ્કૂલ ખાતે પહોંચી ગયા છે. વાલીઓ દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
અમારી શાળામાં તમામ તહેવારની ઉજવણી થાય છેઃ પ્રિન્સિપાલ
આ મામલે ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલના આચાર્ય નિરાલી ડગલીએ જણાવ્યું કે, અમારી શાળામાં તમામ તહેવારની ઉજવણી થાય છે. ગણેશ સ્થાપન પણ કરવામાં આવ્યું હતું અને નવરાત્રીની પણ ઉજવણી કરવામાં આવનારા છે. ત્યારે અન્ય તહેવારની ઉજવણી માફક આવું 2 મિનિટ માટે કરવામાં આવ્યું હતું. ઈદના આગલા દિવસને આ કરાયું હતું. કોઈ બાળકને ફોર્સ કરવામાં આવ્યો નહોતો. વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવાના હેતુથી આમ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં આવું કંઈ શીખવાડવામાં આવતું જ નથી. અમે આ મામલે માફી પત્ર પણ આપ્યું છે.
ADVERTISEMENT
આ ખરેખર ખોટું થઈ રહ્યું છેઃ વાલી
તો આ મામલે વાલીએ કહ્યું કે, 'મારી દીકરી અહીંયા અભ્યાસ કરે છે. આ વીડિયો જોયા બાદ મને થયું કે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. વીડિયો જોયા બાદ મેં નક્કી કર્યું છે કે હું મારી દીકરીનું એડમિશન અહીંથી કઢાવી લઈશ, મારે કોઈ ફી પાછી જોઈતી નથી.'
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
આપને જણાવી દઈએ કે, ગત 29 સપ્ટેમ્બરે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં શાળા સંચાલકોએ માફી માંગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.