ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:27 PM, 9 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનો કથિત MMS વીડીયો થયો હતો વાયરલ
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ થોડા સમયથી એક કથિત એમએમએસને લઈને ચર્ચામાં છે. લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વીડીયોમાં અક્ષરા સિંહ જ છે. તે કોઈ શખ્સ સાથે જોવા મળે છે. હવે આ બધા પર એક્ટ્રેસે જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
અક્ષરા સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો શેર કર્યો છે. તેમાં તેણે ફેક વીડીયો ફેલાવનાર યૂટ્યુબર્સ પર નિશાનો સાધ્યો છે. આ વીડીયો પોસ્ટ કરીને એક્ટ્રેસે એક કેપ્શન પણ લખ્યું છે - તમારું કામ તમને લઈને ડૂબશે. મને કોઈ ફરક નહીં પડે અને હા તમારાથી ડરીને લાઈવ નથી આવી. સામાન્ય છોકરીઓ પરેશાન ન થાય, તેમના પર ખતરો ન આવે, એટલા માટે લાઈવ આવી છું. શેરાવાલીની જય.
અક્ષરા સિંહનો યૂટ્યૂબર્સને જવાબ
વીડીયોમાં એક્ટ્રેસે કહ્યું કે જે યૂટ્યૂબર્સ છે, જેમણે વીડીયો ફેલાવ્યો છે, જેનો વાસ્તવિકતા સાથે દૂર દૂરથી લેવાદેવા નથી, જેમાં કંઈપણ સત્ય નથી, તેને તમે આ પ્રકારે સમાજમાં ફેલાવશો. તમે મારું ખરાબ નથી કરી રહ્યા. તમે આવનાર સમયમાં માં, બહેન અને દીકરીઓ માટે ખરાબ કરી રહ્યા છો, કેમકે કર્મનું ફળ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મારી મહેનત નષ્ટ નહીં કરી શકે - અક્ષરા સિંહ
અભિનેત્રીએ વીડીયોમાં આગળ કહ્યું કે કોઈના વિશે કંઈપણ કહી દેવું કે લખી દેવું તમારા માટે સરળ હશે, કેમકે તમે કોઈના સમ્માનની હરાજી કરીને થોડા પૈસા કમાઈ શકો છો, પણ આ જગ્યાએ તમારા પરિવારને રાખીને વિચારજો કેમકે આનાથી મને ફરક નહીં પડે. તમે મારી ઈમેજ ખરાબ કરી દેશો, મારી આટલા દિવસોની મહેનત નષ્ટ કરી દેશો, તો એમ તમે નહીં કરી શકો. પણ તમારી સાથે કંઈપણ ખોટું ન થાય, એ હું પ્રાર્થના કરું છું.
અક્ષરા સિંહે હાથ જોડીને કરી વિનંતી
અક્ષરાએ કહ્યું હતું કે આર્ટીસ્ટને પૂછ્યા વગર, બંને પક્ષોની મંજૂરી વગર કોઈ વાત ફેલાવવી ખોટું છે. તે કોઈનાથી ડરતી નથી કારણ કે તે મજબૂત છે. પરંતુ સમાજની તે છોકરીઓ વિશે વિચારો જે સામાન્ય છે, તેઓ તેમની જીંદગી બરબાદ થઇ રહી છે. આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે. અક્ષરા સિંહે વધુમાં કહ્યું કે તે માનસિક રીતે બીમાર લોકો માટે પ્રાર્થના કરશે કે જેઓ આવા સમાચાર ફેલાવી રહ્યા છે, તેઓ સારી સમજણ મેળવે.
સંકળાયેલા મુદ્દાઓ