ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / actor ranveer singh and musician ar rahman to perform in closing ceremoy in ahmedabad

IPL 2022 / રણવીર સિંહ-AR રહેમાન આપશે પરફોર્મન્સ: ફાઇનલ પહેલા મોદી સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની

Published By: Khyati

Last Updated: 05:52 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રંગારંગ કાર્યક્રમમાં સંગીતકાર એ. આર. રહેમાનના પરફોર્મન્સ આપનાર છે. ઉપરાંત રણવીર સિંહ તથા ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ અને ICCના અધિકારીઓ હાજર રહેશે

ADVERTISEMENT

  • IPL 2022ની આવતીકાલે ફાઇનલ મેચ રમાશે
  • આવતીકાલે યોજાશે સ્પેશિયલ ક્લોઝિંગ સેરેમની 
  • ફાઇનલ મેચ પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની 
     

29મેના રોજ  મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ-૨૦૨૨ સિઝનની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. આ ફાઇનલ શરૂ થાય તે પહેલાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગારંગ કાર્યક્રમમાં રણવીરસિંહ અને સંગીતકાર એ. આર. રહેમાનનું પરફોર્મન્સ ઉપરાંત ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ અને આઇસીસીના અધિકારીઓ હાજર રહેશે. 

4 વર્ષ બાદ યોજાશે ક્લોઝિંગ સેરેમની

આઇપીએલમાં લગભગ ચાર વર્ષના લાંબા ગાળા બાદ ક્લોઝિંગ સેરેમની જોવા મળશે. ફાઇનલ મેચ રાત્રે 8.૦૦ વાગ્યે શરૂ થવાની છે તેની પહેલાં લગભગ ૫૦ મિનિટનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બીસીસીઆઇ ભારતીય સ્વતંત્રતાના ૭૫ વર્ષનો જશ્ન અનોખા અંદાજમાં મનાવશે. કોરોના મહામારીને કારણે છેલ્લાં ચાર વર્ષથી આઇપીએલ અંતર્ગત કોઈ પણ જાતનો કોઈ જ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નહોતો, પરંતુ આ વખતે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ પહેલાં છેલ્લે ૨૦૧૮માં આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.

 

લાલસિંહ ચઢ્ઢાનું ટ્રેલર થશે લૉન્ચ 

ક્લોઝિંગ સેરેમની માટે બીસીસીઆઇએ એક એજન્સીને જવાબદારી સોંપી છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય ક્રિકેટની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'નું ટ્રેલર પણ લોન્ચ થશે. એવું પહેલી વાર બની રહ્યું છે કે જ્યારે ભારતીય ટેલિ‍વિઝન પર ક્રિકેટ મેચ દરમિયાન કોઈ ફિલ્મનું ટ્રેલર લોંચ થઈ રહ્યું હોય.

 

ક્રિકેટ જગતની હસ્તીઓ- અધિકારીઓ રહેશે હાજર

બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર- આ કાર્યક્રમમાં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરાશે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટે સાત દાયકામાં જે કંઈ હાંસલ કર્યું છે એ સફર પણ દર્શાવાશે. મહત્વનું છે કે  ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ અને ICC અધિકારીઓ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે માટે  સ્ટેડિયમમાં RGB લાઈટ સહિત સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરાઇ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 એ.આર રહેમાન ક્લોઝિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રણવીર સિંહ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ