ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / abhishek bachchan got angry on a joke about amitabh bachchan

VIDEO / અમિતાભ પર મજાક થતાં જ ભડકી ગયો અભિષેક બચ્ચન: કહ્યું - પિતાને વચ્ચે ન લાવો, થોડું સન્માન આપો

Published By: Jaydeep Shah

Last Updated: 02:01 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શો 'કેસ તો બનતા હૈ'માં અમિતાભ બચ્ચન પર મજાકને અભિષેક બચ્ચન સહન ન કરી શક્યા અને તે જ સમયે શો છોડીને ચાલ્યા ગયા.

ADVERTISEMENT

  • શો 'કેસ તો બનતા હૈ'માં કરવામાં આવ્યો અમિતાભ બચ્ચન પર મજાક 
  • અભિષેક ગુસ્સે થઈને ચાલ્યા ગયા 
  • હું મૂર્ખ નથી : અભિષેક બચ્ચન 

અભિનેતા અભિષેક બચ્ચન પોતાના માતા - પિતાથી ખૂબ જ નજીક છે. તેઓ તેમના વિરુદ્ધ કંઇપણ નેગેટિવ સાંભળી શકતા નથી. આવું જ કંઇક બન્યું શો 'કેસ તો બનતા હૈ' માં, જ્યાં તેઓ ગેસ્ટ બનીને પહોંચ્યા હતા. કોમેડી દરમિયાન પિતાને વચ્ચે લાવવાની ઘટનાથી તેઓ નારાજ થઈ ગયા અને અભિષેકે ચાલુ શોથી વોકઆઉટ કર્યું. 

શા માટે અભિષેક બચ્ચનને આવ્યો ગુસ્સો?
રિતેશ દેશમુખ, પરિતોષ ત્રિપાઠી અને કુશા કપિલાના શો 'કેસ તો બનતા હૈ'નો નવો પ્રોમો સામે આવ્યો છે. કોર્ટ કેસના આરોપી છે અભિષેક બચ્ચન. જોક્સ ચાલી રહ્યા છે, ફન અને મસ્તીનો માહોલ હતો ત્યારે જ એક મજાક પર આભિષેક બચ્ચનનો પારો હાઇ થઈ ગયો, આ મજાકને અભિષેકે લાઇટલી ન લીધો અને તરત જ રિએક્ટ કર્યું, જેને કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. 

હું મૂર્ખ નથી : અભિષેક બચ્ચન 

અભિષેક અધવચ્ચે જ શૂટિંગ પર બ્રેક મૂકે છે અને કહે છે - બહુ થઈ ગયું છે. મને રમતમાં સામેલ કરો પરંતુ મારા માતા-પિતાને વચ્ચે લાવવા યોગ્ય નથી. મારા સુધી રાખો, પિતાને કેમ લાવો છો? તે મને પસંદ નથી. તે મારા પિતા છે. હું તેમને લઈને થોડો સંવેદનશીલ છું. આપણે લોકોને થોડું સન્માન આપવું જોઈએ. આ બધું કોમેડીની આડમાં ન કરવું જોઈએ. આપણે અધીરા ન થઈ જઈએ. હું મુર્ખ નથી. આટલું બોલ્યા પછી અભિષેક બચ્ચન ત્યાંથી ઉભો થઈને ચાલ્યો જાય છે.

શું અભિષેક મજાક કરી રહ્યા હતા?
આ પ્રોમો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઘણા લોકો તેને પ્રેંક કહી રહ્યા છે. શોના પ્રમોશનમાં ઘણી વખત જોવા મળે છે જ્યારે કોઈના ગુસ્સે થવાનાં પ્રેંક કરવામાં આવ્યા હોય. તો બીજી તરફ લોકો અભિષેક બચ્ચનને પણ ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે જો ફિલ્મમાં આટલો સારો અભિનય થયો હોત તો તે ફ્લોપ ન થઈ હોત. અભિષેકનું આ રીતે ગુસ્સે થવું એ પ્રેંક  છે કે તે ખરેખર ગુસ્સે છે, તે ટૂંક સમયમાં જ ખબર પડશે. પરંતુ ગમે તે હોય, યુઝર્સ આ પ્રોમો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Bachchan Amitabh Bachchan અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન Bollywood

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ