બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Abandoned Gujarati daughter to reach US from Odhav - Foreign couple adopts Arpita
ADVERTISEMENT
અમદાવાદના ઓઢવ શિશુગૃહમાં રહેતી અનાથ બાળકીને હવે વિદેશી માતા-પિતાનો પ્રેમ મળશે.અમેરિકાના અલબામા રાજ્યના નાથન દંપતીએ 5 વર્ષની અર્પિતાને દત્તક લીધી છે. નાથન ટાઉન્સન અને જેસિકા ટાઉન્સનએ અર્પિતાને દત્તક લેવા 3 વર્ષ પહેલાં અરજી કરી હતી. જેના ભાગરૂપે ઓઢવ શિશુગૃહની બાળકી અર્પિતાને હવે નવું નામ અને નવા પાલક મળ્યા છે.અર્પિતાનું નવું નામ જોય રાખવામાં આવ્યું છે.

ADVERTISEMENT
પારકા પોતાના
બાળકીને દત્તક આપવાની પ્રક્રિયા હિન્દૂ ધર્મની વિધિ પ્રમાણે જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સંદીપ સાગલેની હાજરીમાં અર્પિતાને નાથન ટાઉન્સનને સોંપવામાં આવી હતી. સાથે જ તેનો પાસપોર્ટ પણ નાથનને સોંપવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે,સંતાન ન હોવાથી નાથન ટાઉન્સન દંપતિએ બાળકી દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાલમાં જ દંપતિને પોતાનું પણ બાળક થયું છે.પરંતુ નાથન પોતે બાળકીને લેવા ભારત પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.