ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રસિદ્ધ ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વચ્ચે IPL મેચ દરમિયાન ઉગ્ર દલીલ થઈ હતી. જ્યારે રિયાન પરાગે પટેલની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. બાદમાં રાજસ્થાન 29 રનથી મેચ હારી ગયું હતું.
હર્ષલ પટેલ-રિયાન પરાગ વચ્ચે બોલાચાલી
ADVERTISEMENT
\અંતિમ ઓવરમાં રિયાન પરાગે ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર ચોગ્ગો માર્યો કે બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ. આ પછી રોયલ્સના એક ખેલાડીએ દરમિયાનગીરી કરવી પડી હતી. આ પછી જ્યારે દાવ પુરો થયો અને બંને ટિમો પેવેલિયન પરત ફરવા લાગો ત્યારે મેદાનથી જતા સમયે પણ બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે જોરદાર બોલાચાલી થઇ. પટેલે ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.
હર્ષલે કર્યું શરમજનક કૃત્ય, હાથ પણ ન મિલાવ્યો
ADVERTISEMENT
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરંપરા મુજબ મેચ પુરી થયા બાદ એકબીજાને મળીને પેવેલિયન પરત ફર્યા, ત્યારે રિયાન પરાગ હર્ષલ પટેલ સાથે હાથ મિલાવવા આગળ આવ્યો પરંતુ ત્યારે હર્ષલ પટેલે તેને નજરઅંદાજ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. સ્વાભાવિક છે કે હર્ષલ પટેલના આ કૃત્યથી ક્રિકેટ જગત ખુશ નહીં થાય.
One Young Talent Jealous Of Other.
— Jayakrishna (@ImJK_117) April 27, 2022
Very #Unsportive Behaviour From Harshal Patel. Keep Going Riyan Parag @rajasthanroyals @RCBTweets @IPL pic.twitter.com/Sg0Pv2pfSC
ADVERTISEMENT
નોંધનીય છે કે આ મેચમાં રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગની શાનદાર અડધી સદીની ઇનિંગના આધારે પોતાની ટીમની લાજ બચાવી હતી અને શરૂઆતના આંચકામાંથી બહાર નીકળીને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે જવાબ આપવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સની ટીમના સ્ટાર ખેલાડી એકબાદ એક આઉટ થઇને પેવેલિયન પરત ફર્યા હતા. આ ટીમે ડબલ ડિઝીટનો આંકડો પણ પાર ન કરી શકી .
સંકળાયેલા મુદ્દાઓ