બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / વિશ્વ / A child in Japan talks to PM Modi in Hindi video goes viral

અદ્ભૂત / VIDEO: ફાંકડું હિન્દી બોલતા જૅપનિઝ બાળકને જોઈ ચોંકી ગયા PM મોદી, ખુશ થઈને જુઓ શું પૂછ્યું

Khyati

Last Updated: 12:20 PM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાન પહોંચેલા પીએમ મોદીનું ટોક્યો એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. બાળકોએ પીએમ મોદીને પેઇન્ટિંગ્સ આપીને તો કોઇએ હિંદીમાં વાત કરીને પીએમ મોદીનું દિલ જીતી લીધું

  • જાપાનમાં પીએમ મોદી મળ્યા બાળકોને
  • જેપનિઝ બાળકે હિંદીમાં પીએમ મોદી સાથે કરી વાત
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ 

પીએમ મોદી બાળકોના હૃદયમાં પણ ખાસ સ્થાન ધરાવે છે. વિવિધ કાર્યક્રમો દરમિયાન બાળકો પણ પોતાનો પ્રેમ પીએમ મોદી પ્રત્યે વ્યક્ત કરતા જોવા મળે છે. તો પીએમ મોદી પણ બાળકો સાથે સહજતા દર્શાવે છે. ત્યારે ક્વાડ સમિટમાં ભાગ લેવા જાપાન પહોંચેલા પીએમ મોદીનો બાળકો સાથે વાત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ટોક્યોમાં એરપોર્ટ પર પીએમ મોદી સાથે હોટલ ન્યૂ ઓતાની પહોંચ્યા. જ્યાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું શાનદાર સ્વાગત કર્યું. આ દરમિયાન જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવ્યા. આ દરમિયાન પીએમ મોદીએ જાપાની બાળકો સાથે હિંદીમાં વાતચીત કર્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

બાળકોને મળ્યા પીએમ મોદી

આ પ્રસંગે પીએમની ઝલક જોઇને બાળકો ઘણા ઉત્સાહિત થઇ ગયા હતા. પીએમ મોદી પોતે પણ પહેલા આ તમામ બાળકોને મળ્યા હતા તેઓની સાથે વાતચીત કરી હતી અને બધાને પ્રોત્સાહિત કર્યા હતા.   આ પ્રસંગે જાપાન અને ભારતીય સમુદાયના ઘણા બાળકો પણ હાજર રહ્યા હતા. ત્યારે પીએમ મોદીની નજર એક જાપાની બાળક પર પડી જે તેમનો ઓટોગ્રાફ માંગતો હતો. ઓટોગ્રાફની સાથે પીએમ મોદીએ તે બાળકના વખાણ પણ કર્યા હતા.

 

પીએમ મોદી સાથે બાળકે હિંદીમાં કરી વાત

વીડિયોમાં જોઇ શકાય છે કે પીએમ મોદી એક બાળક સાથે વાત કરી રહ્યા છે. આ બાળક તૂટી ફૂટી હિંદીમાં વાત કરી રહ્યો હતો. બાળકની વાત સાંભળીને પીએમ મોદીએ કહ્યું, વાહ, આપકી હિંદી તો કાફી અચ્છી હૈ, કહાં સે શીખી આપને યે ? બાળકે કહ્યું કે તે હિંદીના ઓનલાઇન ક્લાસ કરી રહ્યો છે. આ ઉપરાંત પીએમ મોદી અન્ય બાળકો સાથે પણ વાત કરતા જોવા મળ્યા.

જાપાનમાં રહેતા ભારતીયોનો માન્યો આભાર

પીએમ મોદીએ જાપાનમાં રહેતા એનઆરઆઈનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કર્યું, 'જાપાનના ભારતીય સમુદાયે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર યોગદાન આપ્યું છે. તેઓ ભારતમાં તેમના મૂળ સાથે પણ જોડાયેલા છે. હું જાપાનના ડાયસ્પોરાના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માનું છું.'

મહત્વનું છે કે પીએમ મોદીનું પ્લેન  ભારતીય સમય અનુસાર સવારે 4:20 વાગ્યે ટોક્યોમાં લેન્ડ થયું હતું. બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે વાત કરશે. બે દિવસની મુલાકાતમાં મોદી ત્રણ મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરશે. આ ત્રણ મોટા દેશો એશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ત્રણ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ