ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / a child have been abandoned in ahmedabad

અમદાવાદ / બાવળામાં ત્યજાયેલી બાળકીને મળ્યો પોલીસ અને ડૉક્ટરના સ્વરૂપે માતાનો પ્રેમ

Published By: Mehul

Last Updated: 11:43 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ આકાર પામતી હોય છે કે, જેના સાક્ષી બન્યા બાદ આપણા દિમાગમાં નહીં પરંતુ હૃદયમાં અનેક સવાલો ઊઠવા લાગે છે. આપણે એ ઘટનાના કાર્ય અને પરિણામને જોડવા દિમાગ કસીએ છીએ કે કર્મ અને ફળના તંતુઓ સાંધવામાં ખોવાઈ જઈએ છીએ.

ADVERTISEMENT

  • અમદાવાદ પાસેના બાળવામાં એક ખાડામાંથી મળી આવ્યું ત્યજાયેલુ બાળક
  • સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી
  • પોલીસ તરીકેની ફરજ બજાવતા કર્મીએ બાળકીની કાળજીની લીધી જવાબદારી

પરંતુ કહેવાય છે કે, મારનાર કરતાં તારનાર મોટો છે, કેટલાક સવાલના જવાબ માત્ર કુદરત પાસે જ હોય છે. પરંતુ કેટલાક લોકો સવાલ જવાબના કોયડા ઉકેલવાની કવાયતમાં પડયા વગર કુદરતે પૂછેલા સવાલનો ખુદ જવાબ બની જતા હોય છે.  

 

થોડા દિવસ પહેલા અમદાવાદ પાસેના બાળવામાં એક ખાડામાં કોઈ નાગરિકને તજાયેલું બાળક જોવા મળ્યુ હતું. એ બાળકની નાળ અને શરીર સફેદ પડી ગયા હતા. શરીરમાંથી લોહી વહી જવાના કારણે તે જાણે છેલ્લાં શ્વાસ લઈ રહ્યું હતું. ત્યજાયેલી બાળકી વિશે માહિતી મળતાં સોલા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ તે બાળકી લેવા પહોંચ્યા. સદભાગ્યની વાત એ હતી કે તે વખતે પણ બાળકી જીવતી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ વગર વિલંબે તે બાળકી શહેરની સોલા સિવિલ હોસ્પિટલ પહોંચાડી. હોસ્પિટલમાં બાળકીને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી ગઈ.  

બાળકીને હોસ્પિટલમાં જીવનરક્ષક અધ્યતન ટ્રીટમેન્ટ તો મળી ગઈ પરંતુ તેને માતાની હૂંફ અને કાળજીની જરૂર હતી. યોગાનું યોગ કહો કે કુદરતની પ્રેરણા કહો, બરાબર આવા સમયે જ અલકાબેનનું પોસ્ટિંગ પણ સોલાસિવિલમાં હતું. તેમણે પોતાની પોલીસ તરીકેની ફરજ સાથે સાથે આ બાળકીની કાળજી લેવાની પણ જવાબદારી ઉપાડી લીધી છે. 

તેઓ બાળકીને દૂધ પાવાનું, તેના ડ્રાઈપર બદલવાનું તેને વહાલ કરવાને જાણે પોતાની ફરજનો એક ભાગ જ માની લીધો છે. અલકાબેન આ બાળકીનો એટલાં જતન પૂર્વક કાળજી રાખી રહ્યા છે કે, તેની સગી જનેતા હોત તો તેનું માથું જરૂર શરમથી ઝુકી જાય. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પણ અલકાબેનના આ કામમાં મદદ કરી રહ્યા છે. અને અનેરી લાગણી અનુભવી રહ્યા છે.

હાલ આ બાળકીને પોલીસ અને ડોકટરના સ્વરૂપમાં માનો પ્રેમ અને સ્પર્શ મળ્યો. પંરતુ આ બાળકનુ ભવિષ્ય ઉજજવળ બને માટે સક્ષમ મા-બાપ પણ મળી જાય તેવી લાગણી બધા વ્યકત કરી રહ્યા છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ahmedabad child gujarat ગુજરાતી ન્યૂઝ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ