ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 7 injured in shooting in Los Angeles park after Montana

અમેરિકા / ગન કલ્ચર ક્યારે અટકશે: મોન્ટાના બાદ લોસ એન્જલસના એક પાર્કમાં થયો બેફામ ગોળીબાર, 7 લોકો ઈજાગ્રસ્ત

Published By: ParthB

Last Updated: 09:49 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના લોસ એન્જલસમાં એક પાર્કમાં કાર શો દરમિયાન થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • અમેરિકામાં ફરી એક વાર ગોળીબાર 
  • લોસ એન્જલસમાં એક પાર્કમાં કાર શો દરમિયાન બની ઘટના
  • ગોળીબારમાં 7 લોકો ઘાયલ  

અમેરિકામાં ફરી એક વાર ગોળીબાર 

અમેરિકાના લોસ એન્જલસના એક પાર્કમાં રવિવારે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે. પાર્કમાં જે સમયે શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે કાર શો ચાલી રહ્યો હતો. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (LAPD) એ જણાવ્યું કે ગોળીબાર સાન પેડ્રોના પેક પાર્કમાં બપોરે 3:50 વાગ્યે થયો હતો. ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.

આ ગોળીબારમાં 7 લોકો ઘાયલ થયા

લોસ એન્જલસ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના કાર શોમાં અથવા તેની નજીક બની હતી. તેમણે કહ્યું કે ગોળીબારમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી બેની હાલત ગંભીર છે અને કુલ સાત લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યો

આ પહેલા ગત 22મી જુલાઈએ અમેરિકાના મોન્ટાનામાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડ્રાઈવરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. જો કે,આ ગોળીબારમાં ઘાયલ એક બાળકીના સંબંધીએ હુમલાખોરને મારી નાખ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Los Angeles USA gun shooting park અમેરિકા ગન શોટ લોસ એન્જલસ america gun culture

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ