ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / 5000 police personnel deployed at Narendra Modi Stadium for IPL final match
ADVERTISEMENT
ADVERTISEMENT
એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ તો કંઇક અલગ લેવલ પર જ છે. વળી 4 વર્ષ બાદ આજે આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે ત્યારે અનેક જાણીતા કલાકારો અને ક્રિકેટર્સ હાજરી આપશે. જેને લઇને અત્યારથી જ સ્ટેડિયમની ફરતે ચાંપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
મેચને લઇને ચાંપતો બંદોબસ્ત
ADVERTISEMENT
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ વચ્ચે આઇપીએલની ફાઇનલ મેચનો મુકાબલો થશે. ત્યારે ટિકિટને લઇને હજી પણ સ્ટેડિયમ બહાર લોકોની ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ માટે ઓનલાઇનની સુવિધા હોવા છતાં ક્રિકેટપ્રેમીઓએ સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી દીધી છે. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખીને 5 હજારજવાનો તૈનાત કરાયા છે. તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 DCP, 7 ACP, 10 PI, 15 PSI તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રણવીર સિંહ, AR રહેમાન આપશે પરફોર્મન્સ
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાત-રાજસ્થાન વચ્ચે થશે ખિતાબી જંગ ખેલાશે. 64 દિવસ બાદ IPLની વિજેતા ટીમ નક્કી થશે. જેને લઇને અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 વાગ્યે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ફાઇનલ મેચ પહેલા મોદી સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણવીર સિંહ, AR રહેમાન પરફોર્મન્સ આપશે. આ ઉપરાંત ક્રિકેટ જગતની હસ્તીઓ- ICCના અધિકારીઓ તથા નેતા, અભિનેતા, ક્રિક્રેટર્સ સહિત VVIP હાજર રહેશે.
ADVERTISEMENT
#MatchdayMood 💙💗
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
Alexa, play "Final Countdown" 🎵 #SeasonOfFirsts #AavaDe #GTvRR pic.twitter.com/j3tI58i0rG
ADVERTISEMENT
અમિત શાહ IPLની ફાઈનલ મેચ નિહાળશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. આ તકે અમિત શાહ સાથે પ્રદેશ કક્ષાના આગેવાનો પણ મેચમાં હાજરી આપશે.
સંકળાયેલા મુદ્દાઓ