ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મોબાઇલ ન હોત તો ખબર નહી શું થાત ? આજકાલ દરેક વ્યક્તિ પાસે મોબાઇલ જોવા મળે છે. મોબાઇલ જીવન જરૂરિયાતનું સાધન થઇગયુ છે તેમ કહેવામાં કોઇ નવાઇ નહી. અરે અત્યારે તો આપણને ન આવડતુ હોય તેનાથી વધારે તો બાળકને મોબાઇલમાં સમજ પડે છે. મોબાઇલમાં કયુ ફંક્શન શું કામ કરે છે. કેવી રીતે કામ કરે છે આ બધી બાબતોમાં બાળકો એક્સપર્ટ હોય છે. ત્યારે જો તમે તમારા બાળકને મોબાઇલ ગેમ રમવા કે કોઇ પણ કારણોસર આપી રહ્યા છો તો સાવધાન થવાની જરુર છે. કારણ કે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને માતા પિતા પણ શોક થઇ ગયા.
2 વર્ષના બાળકે મંગાવ્યા 31 ચીઝ બર્ગર
ADVERTISEMENT
વાત છે ન્યૂજર્સીની . એક બાળકની કરતૂતે માતા પિતાને આર્થિક સંકટમાં મૂકી દીધી. કારણ કે બાળકે પોતાની માતાના મોબાઇલમાંથી એક સાથે 31 ચીજ બર્ગરનો ઓર્ડર આપી દીધો. આટલુ ઓછું હોય તેમ તેણે ડિલીવરી બોયને ટીપ પણ આપી દીધી. આ વાતની જાણ મા બાપને ત્યારે થઇ જ્યારે ઘરમાં ચીઝ બર્ગરની ડિલીવરી કરવા એક માણસ આવ્યો. આ બાળક હજી તો 2 વર્ષનો જ છે.
માતાના મોબાઇલમાંથી કર્યો ઓનલાઇન ઓર્ડર, ટીપ પણ આપી
ADVERTISEMENT
અમેરિકાના ટેક્સાસમાં 2 વર્ષના છોકરાએ તેની માતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને મેકડોનાલ્ડના આઉટલેટ્સમાંથી 31 ચીઝબર્ગરનો ઓર્ડર આપ્યો. તેણે ડિલિવરી માટે $16 (રૂ. 1,200)ની ટિપ પણ આપી. કેલ્સી બુરખાલ્ટર ગોલ્ડને ફેસબુક પર આ બાબતની માહિતી આપી હતી. તેણે લખ્યું કે તેના પુત્ર બેરેટે DoorDash એપનો ઉપયોગ કરીને બલ્ક બર્ગરનો ઓર્ડર આપ્યો. આ પોસ્ટની સાથે 2 વર્ષના બાળકની તસવીર હતી, જે તેના ચીઝબર્ગરના ઢગલાની બાજુમાં બેઠો હતો.
ADVERTISEMENT
માતાને લાગ્યું કે તેનો દીકરો ફોનમાંથી ફોટા પાડી રહ્યો છે
ADVERTISEMENT
માતાએ પોસ્ટમાં આગળ લખ્યું, 'મારી પાસે મેકડોનાલ્ડ્સના 31 ચીઝબર્ગર છે, શું કોઇ તેને ખરીદવામાં રસ ધરાવે છે ? મારો 2 વર્ષનો બાળક DoorDash પરથી કેવી રીતે ઓર્ડર આપવો તે જાણે છે. કેલ્સીએ કહ્યું કે તેણીએ તેના પુત્રને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોયો, પરંતુ વિચાર્યું કે તે કદાચ મારા ફોટો પાડી રહ્યો છે. ઓર્ડર માટે બિલની કુલ રકમ $61.58 હતી અને નાના બાળકે પણ $16 ની ટીપ આપી હતી. માતાએ કહ્યું, 'મને લાગે છે કે મારે એપ છુપાવવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ