ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 27-year record broken in UAE, floods disrupt life after heavy rains

આકાશી આફત / રણમાં પૂર ! UAEમાં 27 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારે વરસાદ બાદ પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત

Published By: ParthB

Last Updated: 02:43 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAEના પૂર્વ ભાગોમાં બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. બે દિવસના ભારે વરસાદ પછી, પૂરે ઘણા પૂર્વીય વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો.

ADVERTISEMENT

  • UAEમાં 27 વર્ષ બાદ ભારે વરસાદ
  • વરસાદ બાદ પૂરથી જનજીવન ખોરવાયું 
  • પૂર પ્રભાવિત વિસ્તારોના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અપીલ 

UAEના પૂર્વ ભાગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, કેટલાક મકાનોને નુકસાન થયું હતું. અનેક જગ્યાએ કાર પાણીમાં ફસાઈ ગઈ છે. લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એકંદરે, પૂરને કારણે ખાનગી અને જાહેર મિલકતોને નોંધપાત્ર નુકસાન થયું છે.

UAEમાં છેલ્લા બે દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે

UAEમાં ગયા બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. આમ બે દિવસના ભારે વરસાદ બાદ યુએઈના પૂર્વના ઘણા વિસ્તારોમાં પૂરે તબાહી મચાવી છે. ખાસ કરીને શારજાહ, રાસ અલ ખૈમાહ અને ફુજૈરાહ જેવા વિસ્તારો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાસ અલ ખૈમાહમાં ઘણી ખીણો અને ડેમ પ્રભાવિત થયા છે. સ્ટોર્મ સેન્ટરથી ટ્વીટ કરાયેલા નવા વીડિયોમાં ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તેમાંથી અલ બયાહ વાડીનો વીડિયો સૌથી ભયાનક છે. 

 

શારજાહ પોલીસે સ્થાનિક લોકોને દેશના પૂર્વીય વિસ્તારોમાં ન જવાની કરી અપીલ 

નેશનલ સેન્ટર ફોર મીટીરોલોજી (NCM) એ કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. NCMનું કહેવું છે કે UAEમાં 27 વર્ષ બાદ આટલો ભારે વરસાદ થયો છે. આ સાથે શારજાહ પોલીસે લોકોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે. લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે સેના પણ સક્રિય રીતે બચાવ કાર્યમાં લાગેલી છે. પ્રશાસને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે.

પૂર પ્રભાવિત વિસ્તારોના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અપીલ 

પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની સાથે ફેડરલ કર્મચારીઓને ગુરુવાર અને શુક્રવારે ઘરેથી કામ કરવા વિનંતી કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, UAEના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદે પૂરથી વિસ્થાપિત થયેલા પરિવારો માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

નુકસાનનું મૂલ્યાંકન તાત્કાલિક સમિતિ રચના કરવાનો નિર્દેશ અપાયા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈવે પર પાર્ક કરેલી કાર પૂરના પાણીમાં ફસાઈ ગઈ છે. કેટલીક તસવીરોમાં બચાવકર્મીઓ લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢતા જોવા મળે છે.UAEમાં પૂરના કારણે થયેલી તબાહીને જોતા અસરગ્રસ્ત વિસ્તારોના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે.મહત્વનું છે કે, UAE કેબિનેટે ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિની તાત્કાલિક રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમ આ અંગે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Floods Heavy Rains UAE disrupt life પુર યુએઈ Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ