ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
નાદરેક બાળક શિક્ષણ મેળવે, ભલે તેના માતા પિતા આર્થિક રીતે શાળામાં ભણાવવા સક્ષમ ન હોય પરંતુ સરકાર દ્વારા દરેક બાળક ભણે તેવા પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં પણ સ્કૂલ ડ્રોપ આઉટ તેમજ કેટલીક માન્યતાને લીધે હજી પણ દરેક બાળકો ભણી શકતા નથી. તેમાં પણ ખાસ કરીને છોકરીઓ. ત્યારે એક એવો દેશ છે જ્યાં છોકરીઓ શાળામાં ભણવા જાય તે બાબતે પછાત છે. અસુરક્ષાને કારણે આ દેશમાં શિક્ષણ ક્ષેત્રમાં લૈંગિક અસમાનતા વધી રહી છે.
નાઇજીરિયામાં શાળાએ જતા ડરે છે બાળકો
ADVERTISEMENT
વાત છે નાઈજીરીયાની. અહીં છોકરીઓનું શાળાકીય શિક્ષણ અત્યંત નબળું છે. દેશમાં 18.5 મિલિયનથી વધુ બાળકો સ્કૂલ શિક્ષણથી વંચિત છે.
તેમાંથી 60 ટકા તો છોકરીઓ છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) એ કહ્યું કે અસુરક્ષાના કારણે શિક્ષણમાં જાતિય અસમાનતા વધી રહી છે. એક વર્ષમાં શાળા શિક્ષણથી વંચિત બાળકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ગયા વર્ષે, આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલે ન જતા બાળકોની સંખ્યા વધી છે. યુનિસેફે ગયા વર્ષે 10.5 મિલિયનનો અહેવાલ આપ્યો હતો.
ADVERTISEMENT
છોકરીઓ અસુરક્ષિત હોવાનું છે કારણ
ઉત્તરીય શહેર કાનોમાં યુનિસેફના કાર્યાલયના વડા રહમા ફરાહે જણાવ્યું હતું કે નાઇજીરીયામાં 18.5 મિલિયન શાળાના બાળકો છે, જેમાંથી 60 ટકા છોકરીઓ છે. શાળા પર જેહાદીઓ અને ખંડણી માટે અપહરણ કરવાના કિસ્સા વધવાને કારણે બાળકોએ શાળાએ જવાનું છોડી દીધુ છે. તેમણે જણાવ્યું હતું કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં થયેલા વધારાને કારણે શાળાના શિક્ષણથી વંચિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે.
ADVERTISEMENT
વિદ્યાર્થિનીઓનું થઇ રહ્યું છે અપહરણ
બોકો હરામ જેહાદીઓએ 2014 માં ઉત્તરપૂર્વીય શહેર ચિબોકમાંથી 200 થી વધુ શાળાની છોકરીઓનું અપહરણ કર્યું હતું. યુનિસેફનું કહેવું છે કે બંદૂકધારીઓએ ગયા વર્ષે લગભગ 1,500 શાળાના બાળકોનું અપહરણ કર્યું હતું, જેમાં 16 વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી હતી. જ્યારે વાટાઘાટો કરીને યુવાન બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક હજુ પણ જંગલના છુપાયેલા સ્થળોમાં કેદ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
2020માં 11000થી વધુ શાળાઓ બંધ થઈ ગઈ
યુનિસેફે ગયા મહિને કહ્યું હતું કે ડિસેમ્બર 2020 થી આજદિન સુધી અસુરક્ષાને કારણે નાઇજીરિયામાં 11,000 થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી. યુનિસેફના સ્થાનિક વડા ફરાહે કહ્યું કે માતા-પિતા પણ પોતાના બાળકોને શાળામાં ભણવા મોકલતા ડરે છે. વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરે છે. તે શિક્ષણ પ્રત્યે નિરાશ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ શાળાએ આવતા પણ ડરી રહ્યા છે.
ADVERTISEMENT
બાળલગ્ન અને નાની ઉંમરે ગર્ભવતી થવાની ચેતવણી
સમગ્ર ઉત્તરીય નાઇજીરીયામાં શાળાઓ બંધ થયા બાદ, યુનિસેફે બાળ લગ્ન અને પ્રારંભિક ગર્ભાવસ્થાના કેસોમાં વધારો સામે ચેતવણી આપી છે. યુનિસેફના જણાવ્યા અનુસાર ગરીબ પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગેંગના અપહરણ પહેલા ચારમાંથી માત્ર એક છોકરી જુનિયર હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવી રહી છે. હવે અસુરક્ષા લિંગ અસમાનતામાં વધારો કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ