બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 1200 years old Ganesh idol in Unjha Mehsana

ગણેશ મહોત્સવ / અહીં છે ગણપતિ બાપ્પાની માટીની મૂર્તિ, 1200 વર્ષ કરતા પણ વધારે જૂનો છે ઇતિહાસ

Published By: Mehul

Last Updated: 10:48 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ મહોત્સવ શરૂ થઇ ગયો છે અને લોકો ગણપતિ બાપાના ઉત્સવના રંગમાં રંગાઇ ગયા છે. સામાન્ય રીતે વિધ્નહર્તા દાદાના ચરણોમાં પ્રાથના કરીને જ કોઇ પણ કાર્યની શરૂઆત થાય છે. ગણેશ મહોત્સવનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે એવા ગણેશ મંદિરની વાત કરવી છે જે 1200 વર્ષ કરતા પણ જુનો ઇતિહાસ ધરાવે છે.

કહેવાય છે કે ત્યાં માથુ નમાવવાથી ગમે તેવી ઇચ્છા પુર્ણ થાય છે. મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર તરીકે દેશભરમાં જાણીતું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. મંદિરમાં સ્થાપિત દાદાની મુર્તિ પાંડવ યુગ સમયની છે તેમ કહેવાય છે. એટલુ જ નહીં મંદિરના ઇતિહાસ સાથે સોલંકીકાળ પણ જોડાયેલો છે. 

તે સમયના રાજાઓ કોઇ પણ કામની શરૂઆત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી જ કરતા હતા. પ્રાચીનકાળમાં જ્યારે દેવ ઇન્દ્રના લગ્નની જાન જોડાઇ તો દરેક દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ગણપતિની વાંકી સૂંઠ અને વિચિત્ર દેખાવના કારણે તેમને લગ્નમાંથી બાકાત રાખવાનો નિર્યણ કરાયો. પરંતુ જાન જ્યારે ઔઠર અને ઉંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પહોંચી તો બાપ્પાના ક્રોધના કારણે દેવ ઇન્દ્રના રથના પૈડા ભાંગી ગયા. 

ત્યારે બધાને સમજાયુ કે આ ગણેશનો અનાદર કર્યાનું ફળ છે. બાપ્પાને રીઝવવા દેવોએ સાથે મળી પુષ્પાવતી નદીના કીનારે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી. આજે પણ આ નદીના કિનારે 33 કરોડ દેવી દેવતાઓનું મંદિર છે. આ પૂજા બાદ શીવ પરિવાર જાનમાં જોડાયા હતા અને દેવ ઇન્દ્રની જાન આગળ વધી. પાછળથી ગણપતિની થાક લાગતા શીવજીએ તેમને 'અહિં ઠેર' કહ્યું જેના પરથી જ આ ગામનું નામ ઔઠોર પડ્યુ છે તેવી માન્યતા છે. 

કહેવાય છે કે અહીં સ્થાપીત બાપ્પાની પ્રતિમા રેણું એટલે કે માટીમાંથી બનાવેલી છે અને ડાબી સૂંઢની છે. આવી પ્રતિમા દેશના કોઇ પણ મંદિરમાં જોવા મળતી નથી. દાદાના આ મંદિરમાં બારેમાસ ભક્તો દર્શનાર્થે આવે છે. તો આ ગણેશ મહોત્સવમાં તમે પણ ઔઠોરના ગણપતિ બાપ્પાના દર્શન કરી પાવન બનો.

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Ganesh Utsav Lord Ganesha Shri Ganesh ગણપતિ બાપા Ganesh Utsav 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ