બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 100 free sms rule scrapped by telecom regulator trai issues telecom tariff draft

નિર્ણય / TRAI એ મોબાઇલ યૂઝર્સને આપી મોટી રાહત, આ ચાર્જને ખતમ કર્યો

Published By: Mehul

Last Updated: 10:54 PM, 4 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. TRAI એ એક સિમથી રોજના 100 SMS મોકલવાની મર્યાદા ખતમ કરી દીધી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કરી દીધો છે.

  • TRAI એ એક સિમથી રોજના 100 SMS મોકલવાની મર્યાદા ખતમ કરી
  • 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો

હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને 'ટેલિકમ્યુનિકેશન ટેરિફ (65મા સંશોધન) ઓર્ડર 2020' નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચાર્જને રાખવાની કોઇ જરૂરિયાત નથી, કેમકે સ્પેમ SMSની તપાસ કરવા માટે હવે પુરતી ટેક્નોલોજી છે. 

2012માં લાગુ થયો હતો નિયમ

અત્યાર સુધીમાં ટેલિકોમ ઓપરેટર્સ રોજના 100 SMSની મર્યાદા બાદ ઓછામાં ઓછા 50 પૈસા ચાર્જ કરે છે. આ નિયમ વર્ષ 2020માં લાગુ થયો હતો. TRAIએ ટેલિકોમ સબ્સક્રાઇબર્સને UCC (અનસૉલિસિટેડ કમર્શલ કોમ્યુનિકેશન્સ) થી બચાવવાને લઇને રોજ 100 એસએમએસની મર્યાદા નક્કી કરી હતી. 

ટક્નોલોજિકલ સૉલ્યૂશન્સ પર ભાર

TRAI સ્પેમ SMS પર રોક લગાવવા માટે કંપનીઓ પર નવી રીત રજૂ કરવા પર ભાર આપી રહી છે. વર્ષ 2017માં TRAI એ UCC પર રોક લગાવવા માટે TCCCPR રજૂ કર્યો. TRAIએ કહ્યું કે TCCCPR 2018 હેઠળ નિર્ધારિત નવી રેગ્યુલેટરી ફ્રેમવર્ક ટેક્નોલોજી આધારિત છે. આ સ્પેમ SMS પર અંકુશ લગાવી શકે છે. ટ્રાઇએ સ્પેમ SMS પર રોક લગાવવા માટે 50 પૈસાનો ચાર્જ લગાવ્યો હતો. આ ચાર્જ TCCCPR (ટેલિકોમ કમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફેરન્સ રેગ્યુલેશન્સ) ના ભાગ રૂપે લાગુ થયો હતો. જોકે, હવે તેને પાછો લઇ લેવામાં આવ્યો છે. 

17 માર્ચ સુધી આપ્યો હતો કાઉન્ટર કોમેન્ટનો સમય 

આ નિર્ણયને લાગુ કરવા માટે ટ્રાઇએ ટેલિકોમ્યુનિકેશન્સ ટેરિફ (65મું સંશોધન) ઓર્ડર, 2020નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેમા વર્ષ 2012માં SMSથી સંબંધિત લાગુ નિયમોને પાછા લેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેના માટે ટ્રાઇએ સ્ટેકહોલ્ડર્સથી 3 માર્ચ સુધીમાં લેખિત કોમેન્ટ અને 17 માર્ચ સુધી કાઉન્ટર કોમેન્ટ માંગ્યા હતા. ત્યારબાદ જ ટ્રાઇએ આ નિર્ણય લીધો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Business News TRAI sms ટ્રાઇ Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ