બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / yogaguru from kashi swami sivananda receives padmashri award

VIDEO / ગુરૂનું સન્માન: 125 વર્ષના યોગગુરૂએ આ ખાસ અંદાજમાં સ્વિકાર્યો પદ્મ પુરસ્કાર, PM મોદી પણ થયાં નતમસ્તક

Pravin

Last Updated: 08:50 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગના ક્ષેત્રમાં શાનદાર કાર્ય કરવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે 125 વર્ષિય સ્વામી શિવાનંદને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા.

  • રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ પુરસ્કાર એનાયત થયાં
  • 125 વર્ષના યોગગુરૂએ ખાસ અંદાજમાં સ્વિકાર્યો પુરસ્કાર
  • પીએમ મોદી પણ થયાં આ ગુરૂને નતમસ્તક

યોગના ક્ષેત્રમાં શાનદાર કાર્ય કરવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે 125 વર્ષિય સ્વામી શિવાનંદને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા. વારાણસીના રહેવાસી સ્વામી શિવાનંદ વિશે કહેવાય છે કે, તેઓ 125 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 128 લોકોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. 

125 વર્ષની ઉંમરે પણ એકદમ સ્વસ્થ

સ્વામી શિવાનંદનો જન્મ 3 ઓગસ્ટ 1896માં થયો હોવાનું કહેવાયુ છે. તે આ દુનિયાની જાકમજોળથી દૂર રહેવાનું પસંદ કરે છે અને યોગ તથા ધર્મમાં રૂચિ ધરાવતા સ્વામી શિવાનંદ રોજ સવારે 3 વાગ્યે ઉઠે છે અને યોગ કરે છે. આ ઉપરાંત તેઓ ભગવત ગીતા અને માં ચંડીના શ્લોકનું પઠન કરે છે. 

 

પ્રધાનમંત્રી પણ ગુરૂ સામે ઝૂક્યા

યોગ ગુરૂ સન્માન લેવા પહોંચ્યા તો, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ ઘૂંટણીયે પડીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. યોગ ગૂરૂને આવી રીતે જોઈને પ્રધાનમંત્રી પોતે ઉભા થયા અને ઝૂકીને બંને હાથ જોડી યોગ ગુરૂની સામે નતમસ્તક થયા હતા. યોગ ગુરૂએ આ જ અંદાજમાં રાષ્ટ્રપતિનું પણ અભિવાદન કર્યું હતું.

સ્વામી શિવાનંદ ઉપરાંત અસમના રહેવાસી પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા શંકુતલા ચૌધરીને મરણોપરાંત પદ્મ સન્માન આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ 102 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.

આ ઉપરાંત જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નઝમા અખ્તર, જમ્મુ કાશ્મીર નિવાસી પ્રોફેસર વિશ્વમૂર્તિ શાસ્ત્રી, પંજાબ લોક ગાયિકા ગુરમિત બાવા, દક્ષિણ કન્નડમાં ટનલ મૈન તરીકે ઓળખાતા અમાઈ મહાલિંગ નાઈક સહિત કેટલીય હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ