બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yatrik Bhawan is being built next to the Salangpur Hanumanji Temple premises

સુવિધા / 1000 રૂમ, 40 સ્યૂટ, ચાર હજાર લોકો આરામથી જમી શકે તેવી વ્યવસ્થા: કિંગ ઑફ સાળંગપુર મૂર્તિની નજીક ભક્તો માટે ઊભી થઈ રહી છે આ સુવિધા

Malay

Last Updated: 11:29 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 20 વિઘા જમીનમાં રૂપિયા 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમવાળુ આધુનિક ટેક્નોલોજી સાથેનું બની રહ્યું છે યાત્રિક ભવન, ચાલો જાણીએ આ યાત્રિક ભવનની શું છે વિશેષતાઓ...

  • હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં બની રહ્યું છે યાત્રિક ભવન 
  • 20 વિઘામાં  150 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું યાત્રિક ભવન
  • એક સાથે 4 હજારથી વધુ લોકો આરામથી રહી શકશે

Salangpur News: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યું છે. 20 વિઘામાં પથરાયેલાં પતંગિયા જેવી ડિઝાઈવાળા આ ગેસ્ટ હાઉસમાં એકસાથે 4 હજારથી વધુ લોકો આરામથી રહી શકશે. ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઈનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 

જાણો યાત્રિક ભવનની વિશેષતાઓ
સાળંગપુર ખાતે આકાર લઈ રહેલ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનના આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યૂટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો સામાન સાથે બેસી શકશે.

100 ટકા ભૂકંપપ્રુફ હશે બિલ્ડિંગ
કુલ 1, 80, 000 સ્ક્વેરફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100 ટકા ભૂકંપપ્રુફ હશે. એટલું જ નહીં બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો એની અંદર રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત બિલ્ડિંગની ઇન્સાઇડમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.

બનાવવામાં આવશે હાઈટેક કંટ્રોલ રૂમ
160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા પણ હશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40,000 સ્ક્વેરફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત એની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે. 

1000થી વધુ હશે રૂમ
નવું બની રહેલ ગેસ્ટહાઉસની સૌથી મોટી ખાસિયત છે કે, એક જ બિલ્ડિંગમાં એક હજારથી વધુ રૂમ છે. તમામ રૂમમાંથી મંદિર, ભોજનાલય અને તળાવના સરસ વ્યૂ જોવા મળશે. આ સાથે જ તમામ રૂમ ફુલ હવા-ઉજાશવાળા હશે. આખું બિલ્ડિંગ તૈયાર થયા બાદ રાજમહેલ જેવું દેખાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ