બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Yashasvi mishra got world book of Records for counting 26 country flags in 3 minutes

ગૂગલબોય / માત્ર 14 મહિનાનાં આ બાળકે વધાર્યું દેશનું ગૌરવ, માત્ર 3 મિનિટમાં બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

Mayur

Last Updated: 04:57 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના માત્ર 14 મહિનાના બાળકે અસાધારણ બુદ્ધિપ્રતિભા બતાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પોટનું નામ નોંધાવી બતાવ્યું છે અને ભારતનું ગૌરવ દુનિયાભરમાં વધારી દીધું છે.

  • મધ્યપ્રદેશના યશસ્વી મિશ્રાએ બનાવ્યો રેકોર્ડ 
  • માત્ર 14 મહિનાને ઉંમરે કરી બતાવ્યું કરતબ 
  • વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ 

14 મહિનાના બાળકે નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ 

માત્ર 3 મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ્સ ઓળખી બતાવીને માત્ર 14 મહિનાના એક બાળકે એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. 

આ ભારતીય બાળકનું નામ છે યશસ્વી. મધ્યપ્રદેશનો રહેવાસી આ છઓકરો ગૂગલ બોય તરીકે ઓળખાવા લાગ્યો છે અને તેણે પોતાની આગવી ઓળખ તેની ગજબ મેમરી દ્વારા બનાવી દીધી છે. યશસ્વી હવે 194 દેશોના ફ્લેગ ઓળખવાનો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. 

સૌથી ઓછી ઉંમરે વર્લ્ડ રેકોર્ડ

યશસ્વી માત્ર 14 વર્ષનો જ છે અને આ ઉંમરે આ કામ કરનારો દૂનયાનો બીજો 'ગૂગલ બોય' બની ગયો છે. જો કે યશસ્વી હજુ સરખું બોલતા પણ શીખ્યો નથી અને સૌથી ઓછી ઉંમરે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં દુનિયાનો પહેલો બાળક બની ગયો છે. યશસ્વીના દાદા ટીચર છે અને તેના પિતા પીઆર અને એડવોકેટ છે. મૂળ રૂપે રીવા શહેરના રહેવાસી સંજય અને શિવાની મિશ્રાનો માત્ર 14 વર્ષનો દીકરો યશસ્વી તેના નામ અનુસાર વિલક્ષણ અને અસધારણ પ્રતિભા ધરાવે છે. તેની આ પ્રતિભાના કારણે જ તે દેશમાં સૌથી નાની ઉંમરે ગૂગલ બોય બની ગયો છે. 

કૌટિલ્યથી પણ આગળ નીકળ્યો 

અગાઉ 'ગૂગલ બોય' ના નામે જાણીતો ટેણિયો કૌટિલ્ય માત્ર ચાર વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે જ્યારે યશસ્વી હવે માત્ર 14 મહિનાની ઉંમરે આ રેકોર્ડ બનાવી ચૂક્યો છે. બાળપણથી યશસ્વી અદભૂત મેમરીનો માલિક રહ્યો છે. 

આ રીતે માતાપિતાએ ઓળખી ટેલેન્ટ 

જ્યારે તેના માતા પિતાને તેની આ મેમરી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેમણે તેને ફૂલ બતાવ્યું હતું. યશસ્વીએ તે ફૂલને ઓળખી બતાવ્યું. બાદમાં તેમણે તેને જે વસ્તુઓ બતાવી તે તમામ તે ઓળખી બતાવતો હતો. તેને એ તમામ વસ્તુઓ યાદ રહેતી હતી. એ વખતે યશસ્વીની ઉંમર 6-7 મહિના હતી. નાની ઉંમરે આ પ્રતિભા જોઈને માતા-પિતાને અહેસાસ થઈ ગયો હતો કે યશસ્વી અદભૂત મેમરીનો માલિક છે. 

ત્યાર બાદ તેમણે યશસ્વીને પહેલા કેટલાક દેશોના નેશનલ ફ્લેગ્સ બતાવ્યા હતા. જ્યારે તેને ઓળખવા લાગ્યો તો તેમણે તેની સંખ્યા વધારવાનું શરૂ કર્યું અને આશ્ચર્યની વચ્ચે તે 11 થી 12 મહિનાની ઉંમરે 65 દેશોના ફ્લેગ્સ અને તેની રાજધાનીની ઓળખ કરી બતાવતો હતો. 

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની ટીમે યશસ્વીને 26 દેશોના નેશનલ ફ્લેગ્સ ઓળખવાનો ટાસ્ક આપ્યો હતો. જે તેણે માત્ર 3 મિનિટમાં પૂરો કરી બતાવ્યો હતો. યશસ્વીએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. યશસ્વી આ કરતબ કરી બટાવનારો રીવાનો જ નહીં પણ દેશનો સૌથી પહેલો બાળક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ