બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 5 bowlers from India who made a splash in 2023, now is the chance to show talent in the World Cup, see the names

World Cup 2023 / ભારતના એવાં 5 બૉલર જેઓએ 2023માં મચાવી દીધી ધમાલ, હવે વર્લ્ડકપમાં પ્રતિભા દેખાડવાનો મોકો, જુઓ નામ

Megha

Last Updated: 09:04 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને ભારતીય ટીમના આ બોલરો છેલ્લા થોડા સમયથી શાનદાર બોલિંગ કરીને બાકીની ટીમના બેટ્સમેનને ઘણા પરેશાન કર્યા છે.

  • ODI વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાશે
  • ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે
  • ટીમના આ બોલરો છેલ્લા થોડા સમયથી શાનદાર બોલિંગ કરી રહ્યા છે 

ODI વર્લ્ડ કપ 2023 હવે નજીક છે. આ મેચ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાશે. કુલ 10 ટીમો પ્રવેશ કરી રહી છે.  આ 10 ટીમો પોતાની પૂરી તાકાત લગાવીને વર્લ્ડકપ જીતવાનો પ્રયાસ કરશે. વર્લ્ડનું આયોજન ભારતમાં થયું છે એટલા માટે ખાસ ટીમ ઈન્ડિયા પોતાની ધરતી પર જીતવાના પૂરા પ્રયત્ન કરશે. 

ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર 
નોંધનીય છે કે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ માટે બંને ટીમો ટકરાશે. આ વખતે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એવામાં આજે અમે ટીમના એવા બોલર વિશે જણાવશું જેને છેલ્લા થોડા સમયથી શાનદાર બોલિંગ કરીને બાકીની ટીમના બેટ્સમેનને ઘણા પરેશાન કર્યા છે, હવે આ ભારતીય બોલરો હવે વર્લ્ડ કપમાં હંગામો મચાવશે. 

આ વર્ષે કુલદીપની સ્પિન ઘણી લોકપ્રિય રહી 
લાંબા સમય બાદ ફોર્મ સાથે સંઘર્ષ કરીને ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે આ વર્ષે અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. આ કારણે કુલદીપ વર્ષ 2023માં ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ વર્ષે કુલદીપે કુલ 17 ODI મેચોમાં 33 વિકેટ લીધી છે અને એવી આશા છે કે તે વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરશે.

મોહમ્મદ સિરાજે પણ પોતાનો જાદુ બતાવ્યો 
આ યાદીમાં ભારતના સ્પીડ સ્ટાર મોહમ્મદ સિરાજ બીજા સ્થાને છે. સિરાજે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે કુલ 14 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 30 વિકેટ પોતાના નામે કરી છે. તે વર્લ્ડ કપમાં પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.

શાર્દુલ ઠાકુરે બોલિંગમાં પણ શાનદાર બોલિંગ કરી 
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્થાને છે. શાર્દુલને આ વર્ષે ભારતીય ટીમ માટે કુલ 13 ODI મેચ રમવાની તક મળી છે, જેમાં તેણે 19 વિકેટ ઝડપી છે.

શમીએ આ વર્ષે 19 વિકેટ લીધી છે
ટીમ ઈન્ડિયાનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાલ બોલની સાથે સાથે મર્યાદિત ઓવરોમાં પણ પોતાની છાપ છોડવામાં પાછળ રહ્યો નથી. શમીએ આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે 12 ODI મેચમાં કુલ 19 વિકેટ લીધી છે.

હાર્દિક પણ કોઈથી પાછળ નથી
આ વર્ષે સૌથી વધુ વિકેટ લેવાના મામલે હાર્દિક પંડ્યા પાંચમા સ્થાને છે. હાર્દિક પંડ્યાએ આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે 16 ODI મેચ રમી છે જેમાં તેણે કુલ 16 વિકેટ લીધી છે અને આશા છે કે તે વર્લ્ડ કપમાં પણ શાનદાર બોલિંગ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ