બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Will the currency notes with the pictures of Lakshmi-Ganesh be printed now

ખુલાસો / શું હવે લક્ષ્મી-ગણેશની તસવીરવાળી ચલણી નોટો છપાશે? સરકારે સંસદમાં કર્યો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 05:27 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ એવું જણાવ્યું છે કે ચલણી નોટો પર લક્ષ્મી કે ગણેશજીની તસવીર છાપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

  • ચલણી નોટો પર દેવી-દેવતાઓની તસવીર છાપવાનો મામલો
  • નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ સંસદને કરી જાણ
  • લક્ષ્મી-ગણેશની તસવીર છાપવાની કોઈ યોજના નહીં
  • યથાવત રહેશે ગાંધીજીની તસવીર
  • કેજરીવાલ સહિતના ઘણા લોકોએ કરી હતી માગ 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં માંગ કરી હતી કે ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશની તસવીરો છાપવામાં આવે. આ માંગ પર હવે સરકારે સંસદમાં ખુલાસો કરીને સ્થિતિ સ્પસ્ટ કરી દીધી છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે તેને ભારતીય ચલણી નોટો પર સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓના ફોટોગ્રાફ્સ છાપવાની માંગ કરવાની વિનંતી મળી છે પરંતુ સરકારની આવી કોઈ યોજના નથી. સરકારે ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની માગને પણ નકારી કાઢી છે. 

ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશ ફોટોની ડિમાન્ડ
લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકારને વિનંતી કરવામાં આવી છે કે, ભારતીય કરન્સી નોટ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મુકવામાં આવે. આવી સ્થિતિમાં, આ માંગ માટે સરકારની શું યોજના શું છે? આ સવાલના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ચલણી નોટો પર સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓની તસવીરો છાપવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ એક્ટ 1934ની કલમ 25 હેઠળ આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ બાદ બેંક નોટની ડિઝાઈન, ફોર્મ અને સામગ્રીને  સરકારની મંજૂરી બાદ જ ઉપયોગમાં લઈ શકાય છે. 

ગાંધીજીની તસવીર હટાવવાનો સરકારનો ઈન્કાર 
નાણા રાજ્યમંત્રીએ એવું કહ્યું કે ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીજીની તસવીર હટાવવાનો તો કોઈ સવાલ જ પેદા થતો નથી તેમજ તેમના સિવાય બીજા કોઈની તસવીર નહીં રાખવામાં આવે. પંકજ ચૌધરીએ કહ્યું કે, 6 જૂન 2022ના રોજ આરબીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે હાલની ચલણી નોટ બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. સરકાર બાદ આરબીઆઈએ પર ગાંધીજીની તસવીર હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ હતા કે  નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રવીન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મેન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવીરો સાથે નવી શ્રેણીની નોટો છાપવાનું વિચારી રહ્યા છે. જોકે પછી આરબીઆઈએ સ્ટેટમેન્ટ જારી કરીને આ રિપોર્ટને ફગાવી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ