બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Why do men have more heart attacks than women?

તમારા કામનુ / સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ એટેક કેમ વધારે ? કેવા સ્વભાવના લોકોને એટેક આવવાની શક્યતા વધુ વાંચો આ આર્ટીકલ

Vishal Khamar

Last Updated: 03:00 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેક પાછળ સ્વભાવ અને વ્યક્તિત્વ મુખ્ય જવાબદાર. જિદ્દી, મૂડી, ગુસ્સેલ, ચિડિયા અને વધારે પડતાં કચ કચ કરતા સ્વભાવના લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ ડો. ધારા દોશી

  • ક્રિકેટ રમતા કે ચાલતા ચાલતા હાર્ટ એટેકથી કેમ થાય છે યુવાનોનું મોત
  • યુવાનોમાં વધી રહી છે હાર્ટ એટેકની સમસ્યા
  • સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષોમાં હાર્ટ એટેક કેમ વધારે?

યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે. યુવાનોના ક્રિકેટ રમતા ફૂટબોલ રમતા કે ચાલતા ચાલતા તેમનું મોત થયું છે. તો જોઈએ કે, હાર્ટ એટેક કેમ થાય છે? તેના માટે શું કાળજી રાખવી જોઈએ? કેમ યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે. તેમાં પણ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આ સમસ્યાઓ વધી રહી છે. આ અંગેના શક્ય કારણો વિશે મનોવિજ્ઞાન વિષયમાં પીએચડી કરતી ગોંડલીયા હર્ષાએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં એક માહિતી સભર આર્ટીકલ તૈયાર કર્યો છે.  

હૃદયરોગ(હાર્ટ એટેક) એટલે શું ?
હાર્ટ એટેક એટલે હૃદયના અમુક ભાગના સ્નાયુઓને લોહી ન પહોંચવાથી એ સ્નાયુઓને થતું કાયમી નુકશાન . હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જેના કારણે શરીરની નસોમાં લોહીનો પ્રવાહ સરખી રીતે વહેતો નથી અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થાય છે જેને ક્લોટીંગ પણ કહેવાય છે. લોહી ગંઠાઈ જવાથી હૃદય સુધી લોહી પહોંચવું મુશ્કેલ બને છે. હાર્ટ એટેક એ હૃદયને ઓક્સિજનના ઓછા પુરવઠાને કારણે થતો રોગ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે. તણાવયુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ,મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ, વગેરે જવાબદાર હોઈ શકે. ઉપરાંત મોબાઈલ રેડીયેશન પણ શરીરના ઘણા ભાગોને નુકશાન કરતા જોવા મળે છે.


યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકનાં કારણો
યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકના શક્ય કારણો જોઈએ તો વધારે પડતી વ્યસ્ત લાઈફ, હાયપરટેન્શન ,ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધવાના કારણથી, સ્મોકિંગ , દારૂનું સેવન, સતત તણાવમાં રહેવું, સ્થૂળતામાં વધારો થવો, ભૂતકાળ ને ભૂલી ના શકવો, ઋતુઓમાં થતું પરિવર્તન, સતત તણાવ, વિકૃત ચિંતા, ખરાબ જીવનશૈલી ,વારસાગત કારણો વગેરે.

સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષોમાં હાર્ટ એટેક કેમ વધારે?
સ્ત્રીઓ ની સરખામણીમાં પુરૂષો એ પોતાનાં આવેગોને યોગ્ય  રીતે અભિવ્યક્તિ નથી કરી શકતા તેમજ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આવેગોને દમન કરવાની વૃત્તિ વધુ હોય છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ ઉપરાંત મોબાઈલ રેડીયેશન પણ ક્યાંક અસર કરતા હોય તેવું અનુભવાય છે. સામાન્ય રીતે પુરુષોના શર્ટના  ખિસ્સા ડાબી બાજુએ હોય છે અને મોટાભાગના પુરુષોને શર્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાની આદત હોય છે અને મોબાઈલના રેડિએશન  શરીરને ખૂબ જ નુકશાન પહોચાડતા હોય છે જે હાર્ટ એટેકનું જોખમ તો વધારે છે સાથે અન્ય શારીરિક અને માનસિક બીમારીઓ પણ વધારે છે. જ્યારે થોડી મિનિટો માટે નેટવર્ક ઉપલબ્ધ ન હોય ત્યારે લોકો અસ્વસ્થ અને પરેશાન થાય છે.  પરંતુ વિવિધ સંશોધકો જણાવે છે મોબાઈલ ટાવર નેટવર્ક પોતાની સાથે ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લાવે છે.  ઘણીવાર તેની સાથે સતત રહેતા લોકોને કેન્સર, બ્રેઈન ટ્યુમર, હાર્ટ એટેક, ચામડીના રોગ અને અન્ય ખતરનાક રોગો થવાની શક્યતા વધુ હોય છે.

તીવ્ર કસરત પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે

બાળકોમાં પણ જો ઈન્ટરનેટનું વ્યસન હોય તો આ બાળકોમાં તેમના મગજના ગ્રે મેટર (મગજનો તે ભાગ જે તમામ ક્રિયાઓને નિયંત્રિત કરે છે)નું પ્રમાણ ઓછું હોય છે.  આ બાળકો માટે પોતાની જાતને સંભાળવા અને પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખૂબ જ મુશ્કેલીભર્યું બને છે જેને લીધે તણાવપૂર્ણ સમસ્યાઓ અનુભવાય છે. સખત અને તીવ્ર કસરત વધુ પડતી કસરતો અને તીવ્ર કસરત યુવાનોમાં હાર્ટએટેકનું કારણ બની શકે છે. વધુ પડતા દોરડા કુદવા, જમ્પ કરવા જે શરીર સહી ન શકે તેવા હોય તો તેને લીધે પણ એટેકની સમસ્યાઓ થઈ શકે. કસરત કરવી વખતે અમુક મર્યાદામાં બ્લડપ્રેશર વધ ઘટ હોય પણ જ્યારે તેની માત્રા વધુ તીવ્ર થાય ત્યારે એટેકની શક્યતાઓ વધી જાય છે., જે ઘણા સંશોધનોમાં સાબિત થયેલ છે. આ ઉપરાંત પુરુષોમાં રહેલ આક્રમકતા પણ તેનું એક શક્ય કારણ હોઈ શકે.

વધુ આક્રમકતા અને ટાઈપ એ વ્યક્તિત્વ વિકૃતિ ધરાવનાર ને હાર્ટ એટેકની સમસ્યાઓ વધારે
હૃદય સંબંધિત વિકૃતિ સૌથી સામાન્ય મનોદૈહિક વિકૃતિ છે. જેમ કે, આપણે જાણીએ છીએ કે આવેગિક તણાવ (Emotional Stress} પ્રત્યે હૃદય સૌથી સંવેદનશીલ અંગ છે. તીવ્ર ઉત્તેજનાની આર્વેગિક અવસ્થા ઉત્પન્ન થવાથી હ્રદયનાં ધબકારા અનિયમિત થઈ જાય છે, લોહીનાં દબાણમાં વધારો થઈ જાય છે, નાડી ખૂબ જ ઝડપથી ચાલવા લાગે છે તથા માંસપેશીઓમાં લોહીનું પ્રમાણ વધી જાય છે તથા આંતરિક અવયવોમાં લોહી ઓછું થઈ જાય છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Life Changed Psychology જીવન શૌલી મહિલાઓ વ્યસન હાર્ટ એટેક helth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ