બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Why did the Modi government suddenly call a special session of Parliament? There are many speculations, agitation in the opposition

Parliament Special Session / મોદી સરકારે અચાનક જ સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું? લાગી રહી છે અનેક અટકળો, વિપક્ષમાં ખળભળાટ

Megha

Last Updated: 12:37 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે.જો કે આ વિશેષ સત્રનો એજન્ડા શું હશે તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવામાં વિપક્ષના નેતાઓએ આ વાતની ટીકા કરી છે

  • 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર યોજાશે 
  • વિશેષ સત્ર બોલાવવા પર અનેક અટકળો લાગી રહી છે 
  • વિશેષ સત્ર બોલાવવા પર વિપક્ષના અનેક નેતાઓએ કરી ટીકા 

કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપતા લખ્યું હતું કે "સંસદનું વિશેષ સત્ર  18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે."જો કે સંસદના આ વિશેષ સત્રનો એજન્ડા શું હશે તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

વિશેષ સત્ર બોલાવવા પર અનેક અટકળો લાગી રહી છે 
એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ વિશેષ સત્ર સંસદને જૂનામાંથી નવા બિલ્ડિંગમાં ખસેડવાના ઈરાદાથી બોલાવવામાં આવ્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે અચાનક બોલાવવામાં આવેલા આ સત્ર દરમિયાન સરકાર કોઈ મહત્વપૂર્ણ બિલ પાસ પણ કરાવી શકે છે. પરંતુ અત્યારે આ બધી અટકળો જ છે. દરમિયાન તમામ પક્ષોના નેતાઓ સંસદનું વિશેષ સત્ર બોલાવવાના સમય પર સવાલો ઉઠાવીને તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં પાંચ બેઠકો થશે અને તેઓ અમૃત કાલ વચ્ચે યોજાનાર આ વિશેષ સત્ર દરમિયાન સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની આશા રાખે છે. જોકે, આ ચર્ચા કયા વિષય પર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

વિશેષ સત્ર શા માટે બોલવવામાં આવ્યું એ બાબતે સરકારે મૌન સેવ્યું  
વિશેષ સત્રના એજન્ડા પર સરકારે અત્યાર સુધી મૌન સેવ્યું છે પરંતુ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સત્ર G-20 સમિટ અને સ્વતંત્રતા 75 વર્ષની ઉજવણી સાથે સંબંધિત હોઈ શકે છે. સાથે જ આ વિશેષ સત્ર સંસદના નવા બિલ્ડિંગમાં યોજવામાં આવી શકે છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે મે મહિનામાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સરકાર મહિલા આરક્ષણ બિલ જેવા કેટલાક લાંબા સમયથી પડતર મુદ્દા પર બિલ લાવી શકે છે.

આ પાંચ દિવસીય સત્રનું આયોજન 9-10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાઈ રહેલી G-20 સમિટ બાદ કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ સત્ર સરકાર માટે વૈશ્વિક પરિષદના આયોજનથી લઈને ચંદ્રયાન-3 મિશનની સફળતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં તેની ઉપલબ્ધિઓ ગણવાની તક હશે.

યુસીસી, વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામતના મુદ્દાઓ
જો મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ વિશેષ સત્ર દરમિયાન કોઈ પ્રશ્નકાળ, કોઈ શૂન્ય કાળ અને કોઈ ખાનગી સભ્ય કાર્ય નહીં કરવામાં આવે. આ સમયગાળા દરમિયાન સરકાર માત્ર G-20 પ્રેસિડન્સી અને G-20 સમિટની ચર્ચા કરવામાં આવશે. જ્યાં સંસદમાં છેલ્લા મહિનાઓથી ચાલી રહેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે અને બિલ રજૂ કરી શકાય છે. જેમાં યુસીસી, એક દેશ એક ચૂંટણી એટલે કે  વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામતના આ મુદ્દાઓ પર સંસદમાં બિલ રજૂ કરી શકાય છે. 

વિશેષ સત્ર ક્યારે બોલાવવામાં આવ્યું હતું?
ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ બંધારણ દિવસ અને અન્ય ઘણા ખાસ પ્રસંગોને ધ્યાનમાં રાખીને બંને ગૃહો વચ્ચે અનેક વિશેષ સત્ર બોલાવ્યા છે. 

- મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવા માટે અગાઉ 30 જૂન, 2017ના રોજ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. 
- એ પહેલા 26 નવેમ્બર 2015ના રોજ સરકારે બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવ્યું હતું. તે વર્ષે દેશ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો હતો. આ વર્ષથી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 
- વર્ષ 2002ની શરૂઆતમાં તત્કાલિન ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે 26 માર્ચે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આતંકવાદ વિરોધી બિલ પસાર કર્યું હતું કારણ કે શાસક ગઠબંધન પાસે તેને રાજ્યસભામાં પસાર કરવા માટે બહુમતી ન હતી.
- 9 ઓગસ્ટ, 1992ના રોજ 'ભારત છોડો આંદોલન'ની 50મી વર્ષગાંઠ પર મધ્યરાત્રિએ સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
મીડિયાના અહેવાલો અનુસાર તમિલનાડુ અને નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસનના કાર્યકાળને લંબાવવા માટે ફેબ્રુઆરી 1977માં રાજ્યસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સિવાય કલમ 356 હેઠળ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી માટે 3 જૂન 1991ના રોજ બે દિવસીય વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશેષ સત્ર બોલાવવા પર વિપક્ષના અનેક નેતાઓએ કરી ટીકા 
કેન્દ્ર સરકારના આ વિશેષ સત્ર બોલાવવા પર વિપક્ષના અનેક નેતાઓએ ટીકા કરી છે. વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે મુંબઈમાં ચાલી રહેલી 'ભારત' જોડાણની બેઠકના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી છે. આ વિશે ભાજપના એક વરિષ્ઠ નેતાને કહ્યું કે, 'આ એક એવો વિષય હોઈ શકે છે જે વિપક્ષમાં ભાગલા પાડશે. ઘણા મોટા પક્ષો આ બિલને નકારી શકે તેવી સ્થિતિમાં નથી."

ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન આ વિશેષ સત્ર 
મહારાષ્ટ્રના નેતાઓ આ વિશેષ સત્રના સમય પર સવાલ ઉઠાવી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સત્રની જાહેરાત થતાની સાથે જ ટ્વીટ કરીને લખ્યું, "ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન આ વિશેષ સત્ર બોલાવવું દુર્ભાગ્યપૂર્ણ અને હિન્દુ ભાવનાઓની વિરુદ્ધ છે. તેના માટે પસંદ કરેલી તારીખો જોઇનએ હું આશ્ચર્યચકિત છું.' સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સુપ્રિયા સુલેએ વિશેષ સત્રની તારીખો બદલવા માટે કહ્યું. તેમણે ટ્વીટ કર્યું, "અમે બધા અર્થપૂર્ણ ચર્ચા અને સંવાદ ઈચ્છીએ છીએ. તેની તારીખો ગણપતિ ઉત્સવ સાથે ટકરાઈ રહી છે. તેથી કેન્દ્રીય સંસદીય મંત્રીને તેના પર વિચાર કરવા વિનંતી છે."

સમાચારને મેનેજ કરવાની મોદી સ્ટાઈલ
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પરના નવા અહેવાલને જોડતા સંસદના વિશેષ સત્રને એ વાત પરથી ધ્યાન ભટકાવવા માટે ગણાવતા કહ્યું કે "સમાચારને મેનેજ કરવાની મોદી સ્ટાઈલ.આજે મોદાણી-કૌભાંડમાં નવી વિગતો સામે આવી, તે બધા સમાચારોમાં છવાઈ ગયા. કાલે મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની મીટિંગના સમાચાર આવશે. આને કેવી રીતે રોકવું? પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવો તે પણ જ્યારે ચોમાસુ સત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ સમાપ્ત થયું હોય."

નોંધનીય છે કે સંસદનું છેલ્લું ચોમાસુ સત્ર 20મી જુલાઈથી શરૂ થયું હતું અને 12મી ઓગસ્ટે સમાપ્ત થયું હતું. આ સમયગાળા દરમિયાન સરકારને કુલ 23 બિલ પાસ થયા. આ સત્રમાં વિપક્ષે મણિપુર હિંસા અને દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત બિલને લઈને સરકારનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ