બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Why are the statistics of poverty in Gujarat surprising?

મહામંથન / ગુજરાતમાં ગરીબીના આંકડા આશ્ચર્ય પમાડે તેવા, આર્થિક પ્રગતિ થઈ તો BPL પરિવાર કેમ વધ્યા?

Dinesh

Last Updated: 10:17 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે જ ગૃહમાં સ્વીકાર્યુ કે રાજ્યમાં 31 લાખ 67 હજારથી વધુ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને 2 વર્ષમાં 24 જિલ્લા એવા છે કે જયાં 1 હજાર 359 BPL પરિવાર વધ્યા છે.

  • ગરીબીના આંકડા આશ્ચર્ય પમાડે તેવા કેમ?
  • 31 લાખ 67 હજાર 211 BPL પરિવાર
  • 24 જિલ્લામાં 1 હજાર 359 BPL પરિવાર વધ્યા


આઝાદી પછી એવો જાણે કે શિરસ્તો ચાલ્યો આવે છે કે સરકાર કોઈપણ પક્ષની હોય ગરીબી દૂર કરવાનું વચન અચૂક આપે પરંતુ ધરાતલ પર મોટેભાગે એવી સ્થિતિ જ હોય કે, જેમાં ગરીબી કે ગરીબ બેમાંથી એકપણ સ્થિતિમાં ધરમૂળથી સુધારો ન થયો હોય. 2023નું વર્ષ ચાલે છે પણ સ્થિતિમાં દેખીતો ફરક પડ્યો નથી જેની સાબિતી પૂરે છે વિધાનસભામાં ગુજરાત સરકારની કબૂલાત. ગુજરાત સરકારે જ ગૃહમાં સ્વીકાર્યુ કે રાજ્યમાં 31 લાખ 67 હજારથી વધુ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને 2 વર્ષમાં 24 જિલ્લા એવા છે કે જયાં 1 હજાર 359 BPL પરિવાર વધ્યા છે.

આપણે પ્રખ્યાત નેતાઓ પાસેથી એવા પણ નિવેદન સાંભળ્યા છે કે, ગરીબી માત્ર મનની એક અવસ્થા છે, તો કોઈ નેતા એવુ પણ કહે છે કે રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા. અહીં એટલું જ કહેવાનું કે કોઈ શ્રમિક વર્ગના વ્યક્તિને રૂપિયાનું ઝાડ જોઈતું પણ નથી તે એટલું જ માંગે છે કે તેની દૈનિક જરૂરિયાત પૂરી થાય. વિકાસના દાવાની વચ્ચે આપણા જ રાજ્યમાં ગરીબીના આંકડા આશ્ચર્ય કેમ પમાડે છે. જો ગરીબી ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે તો 24 જિલ્લામાં ગરીબી રેખા નીચે આવતા પરિવાર વધ્યા કેમ તેમજ મનરેગા યોજનાની ગ્રાન્ટ વણવપરાયેલી કેમ રહી?

ક્યા જિલ્લામાં સૌથી વધુ ગરીબ?

  • અમરેલી
  • સાબરકાંઠા
  • બનાસકાંઠા
  • આણંદ
  • જૂનાગઢ

ક્યા જિલ્લામાં BPL પરિવાર વધ્યા?

જિલ્લો અમરેલી
કેટલી સંખ્યા વધી? 335

જિલ્લો સાબરકાંઠા
કેટલી સંખ્યા વધી? 301

જિલ્લો બનાસકાંઠા
કેટલી સંખ્યા વધી? 199

જિલ્લો આણંદ
કેટલી સંખ્યા વધી? 168

જિલ્લો જૂનાગઢ
કેટલી સંખ્યા વધી? 149

ક્યા જિલ્લામાં BPL પરિવાર ઘટ્યા?

જિલ્લો આણંદ
કેટલી સંખ્યા ઘટી? 2
જિલ્લો પાટણ
કેટલી સંખ્યા ઘટી? 5
જિલ્લો અમદાવાદ
કેટલી સંખ્યા ઘટી? 1
જિલ્લો અમરેલી
કેટલી સંખ્યા ઘટી? 3

જિલ્લાદીઠ કેટલા BPL પરિવાર?

જિલ્લો BPL પરિવાર
બનાસકાંઠા 2 લાખ 37 હજાર 77
દાહોદ 2 લાખ 25 હજાર 518
આણંદ 1 લાખ 55 હજાર 731
ખેડા 1 લાખ 52 હજાર 585
સુરેન્દ્રનગર 1 લાખ 24 હજાર 928
સુરત 1 લાખ 10 હજાર 943
અમદાવાદ 1 લાખ 39 હજાર 313
વડોદરા 1 લાખ 20 હજાર 921
રાજકોટ 1 લાખ 3 હજાર 629

ગુજરાતમાં BPL પરિવારના આંકડા સામે આવ્યા 
વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે, ગુજરાતમાં BPL પરિવારના આંકડા સામે આવ્યા છે તેમજ રાજ્યમાં BPL પરિવારની સંખ્યા 31 લાખ 67 હજાર 211 પર પહોંચી છે. 24 જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારની સંખ્યામાં વધારો થયો છે. બે વર્ષમાં 1 હજાર 359 પરિવાર ગરીબી રેખા નીચે આવ્યા છે તેમજ કોંગ્રેસનો આક્ષેપ, રાજ્યની ચોથા ભાગની વસ્તી ગરીબ છે. મનરેગા યોજના હેઠળ કેન્દ્ર સરકારે આપેલી ગ્રાન્ટ ન વપરાઈ અને મનરેગા યોજનામાં સરકારે 151 કરોડ કરતા વધુની ગ્રાન્ટ ન વાપરી.

મનરેગા યોજનાની સ્થિતિ શું?
વર્ષ 2021-2022માં કેન્દ્ર સરકારે 1667.85 કરોડની ગ્રાન્ટ ફાળવી
સરકારે ગ્રાન્ટમાંથી 1516.37 કરોડનો ખર્ચ કર્યો
151 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી રહી
આ પહેલા કોરોનાકાળમાં મનરેગા યોજનાની સંપૂર્ણ ગ્રાન્ટ વપરાઈ હતી
કોરોના પછીના વર્ષમાં 151 કરોડની ગ્રાન્ટ ન વપરાઈ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ