ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / white bread and alcohol causes of colorectal cancer

ચોંકાવનારું રિસર્ચ / શું તમે પણ છો બ્રેડના શોખીન? તો થઇ જજો એલર્ટ! વધી શકે છે કેન્સરનું જોખમ

Published By: Arohi

Last Updated: 08:13 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Colorectal Cancer: શું તમે રોજ સવારે નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરો છો? જો હા તો તમને જણાવી દઈએ કે એક રિસર્ચમાં મળી આવ્યું છે કે રોજ બ્રેડ ખાવાથી કોલોરેક્ટલ કેન્સરનો ખતરો વધી શકે છે.

ADVERTISEMENT

મોટાભાગના લોકો સવારે નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ બ્રેડ ખાવાના શોખીન છો તો જણાવી દઈએ કે એક રિસર્ચ અનુસાર બ્રેડ ખાવાથી કોલોરેક્ટલ કેન્સર થવાનો ખતરો વધી શકે છે. આટલું જ નહીં સંશોધન અનુસાર આલ્કોહોલનું સેવન પણ કોલોરેક્ટલ કેન્સરના ખતરાને ઘણી હદ સુધી વધારી શકે છે. 

રિપોર્ટ અનુસાર એક રિસર્ચમાં મળી આવ્યું કે સફેદ બ્રેડ અને દારૂનું સેવન કરવાથી કોલોરેક્ટલ કેન્સર થવાનો થવાનું રિસ્ક ખૂબ વધી જાય છે. જણાવી દઈએ કે કોલોરેક્ટલ કેન્સર આંતરડામાં થતું કેન્સર છે. જોકે કોલોરેક્ટલ કેન્સરને વધવામાં ઘણો સમય લાગે છે. માટે જો શરૂઆતમાં ખબર પડી જાય તો તેની સારવાર કરવામાં આવી શકે છે. 

સામે આવ્યા આ આંકડા
એક સંશોધનમાં 1.18 લાખથી વધારે લોકોને શામેલ કરવામાં આવ્યા. શોધમાં દરરોજ સેવન કરવામાં આવતા 139 ખાદ્ય પદાર્થો અને તેમાં હાજર પોષક તત્વોની તપાસ કરવામાં આવી. તેમાં મળી આવ્યું કે જે લોકોને સફેદ બ્રેડ અને આલ્કોહોલનું સેવન નિયમિત રીતે કર્યું તેમનામાં 13 વર્ષમાં લગભગ 1466 કોલોરેક્ટલ કેન્સરના કેસ મળી આવ્યા.

આ લોકોમાં વધારે જોવા મળી આ સમસ્યા 
અભ્યાસમાં મળી આવ્યું કે વ્હાઈટ બ્રેડમાં કાર્સિનોજેન કમ્પાઉન્ડ મળી આવે છે. જ્યારે આ અભ્યાસ 1.18 લાખ લોકો પર કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે જે લોકોએ વ્હાઈટ બ્રેડ અને આલ્કોહોલનું સેવન વધારે કર્યું તેમનામાં કોલોરેક્ટલ કેન્સરનો ખતરો વધારે હતો.

વધુ વાંચો: સૂતા પહેલા ભૂલથી પણ આ 5 વસ્તુને ન અડતા, રાતભર જાગશો, શરીર બગડવાનું પાક્કું
 
જોકે આ તે લોકોમાં વધારે હતું જેમને પહેલાથી અમુક અન્ય બીમારીઓના શિકાર હતા. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેશીયમ વાળા ફૂડનું સેવન કોલોરેક્ટલ થવાના જોખમને ઓછુ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol Health News White Bread colorectal cancer કેન્સર વ્હાઈટ બ્રેડ colorectal cancer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ