બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / whether it benefits or harms, if Alcoholic stop drinking for 30 days

સ્વાસ્થ્ય / દારૂ પીનારા 30 દિવસ સુધી દારૂ ન પીવે તો શું થાય? જાણો તેનાથી ફાયદા થાય કે નુકસાન

Vidhata

Last Updated: 08:34 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે 30 દિવસ સુધી આલ્કોહોલ ન પીવો તો શું થાય છે? જાણો દારૂ ન પીવાથી કેટલા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમે 30 દિવસ સુધી આલ્કોહોલ છોડી દો છો ત્યારે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે વધુ પડતું દારૂનું સેવન આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું પણ કહેવું છે કે દારૂનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આનાથી લીવરને જલ્દી અસર થાય છે, મગજ અને નર્વસ સિસ્ટમની કામગીરીને અસર થાય છે. વધારે પડતા દારૂના સેવનથી લીવર ફેલ્યોર અને પાચનતંત્ર બગડી શકે છે, બ્લડ સુગર લેવલ વધી શકે છે. પેંકિયાટ્રીક કેન્સર થઈ શકે છે. હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. આલ્કોહોલના સેવનથી જ્યારે આટલો બધી આડઅસર થઈ શકે છે, તો શું થશે જો તેને 30 દિવસ સુધી પીવાનું બંધ કરી દેશો. આ કામ થોડું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ દરરોજ દારૂનું સેવન કરે છે. પરંતુ, જો તમે 30 દિવસ સુધી આલ્કોહોલ ન પીવો તો શું થાય છે? જાણો દારૂ ન પીવાથી કેટલા ફાયદા થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમે 30 દિવસ સુધી આલ્કોહોલ છોડી દો છો ત્યારે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. નિષ્ણાંતોના મતે, આમ કરવાથી ખરાબ થયેલ લીવર રિપેર થઈ શકે છે. શરીરમાં ઉર્જા વધે છે, ઊંઘ સારી આવે છે, યાદશક્તિ વધે છે, એંકઝાયટીની સમસ્યા દૂર થઈ શકે છે. આલ્કોહોલનું સેવન બંધ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલું જ નહીં તમારું હૃદય પણ સ્વસ્થ રહી શકે છે.

રિપેર અને રિકવર 

જે લોકો આલ્કોહોલનું વધારે પડતું સેવન કરે છે એમની માટે સારી વાત હોઈ શકે છે કે જો તેઓ આલ્કોહોલનું સેવન બંધ કરી દે. જયારે વ્યક્તિ આલ્કોહોલ પીવાનું બંધ કરી નાખે છે, ત્યારે ડેમેજ લીવરને ઠીક કરી શકાય છે. આલ્કોહોલનાં નિયમિત સેવનથી લીવર પર નકારાત્મક અસર થાય છે. ધીરે ધીરે લીવર બગડવા લાગે છે. આલ્કોહોલિક લીવર ડિસીઝની સમસ્યા થઈ શકે છે. જ્યારે કોઈ પોતાની જાત પર કંટ્રોલ કરીને આલ્કોહોલ પીવાનું ઓછું કરી નાખે છે અથવા બંધ કરી નાખે છે ત્યારે લીવર સામાન્ય સ્થિતિમાં આવી શકે છે. 

હૃદય સ્વસ્થ રહે છે

વધારે પડતા આલ્કોહોલનાં સેવનથી હૃદય પર પણ નકારાત્મક અસર થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ એક મહિના સુધી આલ્કોહોલનું સેવન ન કરે ત્યારે હૃદય પર હકારાત્મક અસર જોવા મળે છે અને હૃદય રોગનું જોખમ ઘટી શકે છે.

વજન ઘટે છે

જ્યારે તમે લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન ન કરો તો તેનાથી વજન ઘટી શકે છે. શરીરની રચના સુધરી શકે છે. પેટની ચરબી ઘટાડી શકાય છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ સુધરી શકે છે. આનાથી તમારું વજન તો ઘટશે જ, પરંતુ સ્વસ્થ જીવન અને સ્વસ્થ શરીર મેળવવાનો એક સરળ રસ્તો છે.

વધુ વાંચો: તમે જીમમાં ગયા વગર જ રહેશો ફિટ, દરરોજ ઘરે કરો આ 5 દેશી એક્સરસાઇઝ

ઊંઘ સારી આવે છે 

શું તમને એવું લાગે છે કે આલ્કોહોલ તમને ઊંઘવામાં મદદ કરે છે? નાં, એવું નથી. આવું વિચારવાનું બંધ કરી નાખો કારણ કે દારૂનું સેવન કરવાથી નહીં પરંતુ તેને છોડી દેવાથી તમને સારી અને આરામદાયક ઊંઘ મળી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ