બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Where can it rain in Gujarat today? Which Congress MLA broke out horizontally, saw a tremendous trailer of 'I am Atal'

2 મિનિટ 12 ખબર / આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે? કોંગ્રેસના કયા ધારાસભ્ય આડા ફાટ્યા, 'હું અટલ છું'નું જબરદસ્ત ટ્રેલર જોયું

Vishal Khamar

Last Updated: 12:02 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહરાજ્ય મંત્રીએ ન્યૂડ કોલને લઈ લોકોને પોલીસ મથકે ફરિયાદ કરવા અપીલ કરી છે. કોરોનાનાં વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ તેમજ વડોદરામાં ઓક્સિજન પ્લાન્ટ, દવાઓનો સ્ટોક તૈયાર કરી દીધો છે.

Rainfall will fall in these districts in the next 24 hours in Gujarat

હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં આગામી 24 કલાકમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે.  જેમાં દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદની શકયતા છે.  પરંતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે. જેથી છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Congress MLA Kirit Patel's biggest statement regarding resignation

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ચર્ચાઓ મુજબ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી શકે છે. રાજ્યમાં પક્ષ પલટાની મૌસમ વચ્ચે કોંગ્રસમાં ઉઢલપાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.. નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું.

After the threat of resignation, Congress leaders united on MLA Kirit Patel issue, and said, 'We will not respond'

પાટણનાં ધારાસભ્ય બાબતે કોંગ્રેસનાં નેતાઓને પૂછતા કોંગ્રેસનાં ટોચનાં નેતાઓએ તેઓની પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે આ બાબતે અમિત ચાવડા સાથે વાત કરતા તેઓએ પણ આ અંગે પહેલા તો પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી. પરંતું ત્યારે બાદ મારે કિરીટ પટેલ સાથે વાત થઈ ગઈ છે. તેમનાં મુદ્દાનું સમાધાન આવી ગયું છે. તેમ જણાવ્યું હતું.  

Come again Corona! In these cities, including Ahmedabad, suddenly shocking the situation, hospital and administration on...

રાજ્યમાં વધતા જતા કોરોનાંનાં કેસને લઈ અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે આ બાબતે અમદાવાદની  SVP હોસ્પિટલનાં સુપ્રિન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવા કોરોનાં વેરીયેન્ટને લઈ તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને લઈ SVP હોસ્પિટલને કોવિડનાં દર્દીઓ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. 20 બેડ આઈસીયુ માટે અને 30 બેડ અલગ અલગ સ્ત્રી દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. તેમજ તાજેતરમાં ઓક્સિજનનાં પ્લાન્ટ માટે જરૂરી મોકડ્રીલ પણ કરવામાં આવેલ હતું. અત્રે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક છે. 6 પીએસએ પ્લાન્ટ છે. જેથી ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહી. AMC સંચાલિત SVPમાં 80 બેડના ફ્લોર સાથે સાથે ઓક્સિજન ટેન્ક અને દવાનો સ્ટોક પણ  તૈયાર કરવામાં આવ્યો છે. મેડીકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

37 bogus firms caught in mega operation search operation on 67 firms across Gujarat

બોગસ GST બોગસ બિલીંગને ડામવા ગાંધીનગરમાં સ્ટેટ GST વિભાગે મોગા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં 67 પેઢીઓ પર ચકાસણી કરવામાં આવી હતી.  જેમાંથી 37 બોગસ પેઢીઓ મળી હતી.  અમદાવાદમાં 13 વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ મળી હતી. ત્યારે રાજકોટમાં 5 મોરબીમાં 2 જૂનાગઢ અને ગાંધીધામમાં 2 બોગસ પેઢીઓ મળી હતી. 37 પેઢીમાં 53 કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું હતુ. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MoU કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે ૭.૫૯ લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે.

દેશમાં ફરી એક વાર કોરોનાનો નવો વેરિયન્ટ ઊભરાયો છે. હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે અને વધી રહ્યાં છે. કેસ વધતા સંબંધિત સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે અને જરુર પ્રમાણેના ઉપાયો કરી રહી છે.  નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પોલે બુધવારે આ માહિતી આપી હતી. ચિંતાની વાત એ છે કે નવા વેરિઅન્ટની ઝડપ વધવાની સાથે જ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ભારતમાં 21 મે પછી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ 614 કેસ નોંધાયા છે. 

Home Minister Harsh Sanghvi's big statement on nude call

ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીની ન્યૂડ કોલને લઈને અપીલ કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ન્યુડ કોલ દ્વારા લોકોને ફસાવવાની ઘટનાઓ પણ વધારો થયો છે. આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે, ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી. આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ. આપઘાત કરવાની જરૂર નથી. આ સાથે કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી સાથ ન મળે તો મને સંપર્ક કરો. તંત્ર આવા લોકો સામે કડક પગલા લેશે.

આઝાદી વખતના 3 જુના કાયદામાં મોટો ફેરફાર કરી દેવાયો છે. લોકસભામાં બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લો બીલને પાસ કરી દેવામાં આવ્યાં છે. એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ છે.ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય પુરાવા (દ્વિતિય) અધિનિયમ 2023 પાસ કરી દેવાયા છે. સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે અને તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે. 3 કાયદા પરની ચર્ચામાં બોલતાં અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો. તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બીલ 2023 છે જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે.

શેર બજારમાં બુધવારે ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગ્રીન નિશાન પર વ્યાપાર કરવાની સાથે જ માર્કેટના બન્ને ઈન્ડેક્સે રોકેટની રફ્તારથી છલાંગ લગાવી અને Sensex-Nifty નવા શિખર પર પહોંચી ગયા. પરંતુ છેલ્લા કલાકોમાં અચાનક બજાર ધરાશાઈ થઈ ગયું અને સેન્સેક્સ લગભગ 800 અંકથી વધારેની ડુબકી લગાવી, તેની સાથે જ નિફ્ટી-50 પણ 200 પોઈન્ટ તૂટીને વ્યાપાર કરી રહ્યું હતું. 

mohammed shami arjuna awards khel ratna award 2023 chirag shetty and rankireddy satwik sai raj

રમત ગમત મંત્રાલયે જાહેરાત કરી છે કે, રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓને એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. મોહમ્મદ શમી સહિત 26 એથ્લીટ્સને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સમ્માનિત કરવામાં આવશે. રમત ગમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. 

ભારતના ખેડૂત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગામી બાયોપિકમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર સતત બહાર આવતા રહ્યા અને દર્શકોનો ઉત્સાહ વધતો જ ગયો. અટલ બિહારીના રોલમાં પંકજ પણ ખૂબ જ સારો લાગી રહ્યો છે. મેકર્સે હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. પરંતુ ટ્રેલર પરથી એ સાબિત થઈ ગયું છે કે પંકજ ત્રિપાઠી આ વખતે પણ પોતાની આગવી સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતવામાં સફળ રહેશે. ટીઝરને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે ટ્રેલર પણ બહાર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ