બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / What's New in Parliament Smoke Attack? How will the weather of Gujarat be cold or hot? Rohit Sharma barely got out

2 મિનિટ 12 ખબર / સંસદ સ્મોક એટેકમાં નવું શું ખૂલ્યું? ગુજરાતનું હવામાન કેવું રહેશે ઠંડી પડશે કે તાપ? રોહિત શર્મા માંડ માંડ બહાર આવ્યો

Vishal Khamar

Last Updated: 11:18 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનના આરોપી જયસુખ પટેલનો જામીન માટે સરકારી વકીલે પોતાનું સમર્થન દર્શાવ્યું. તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાંથી હજુ વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે.

The Meteorological Department in the state has once again predicted the cold, the weather will remain dry in the state for...

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 4 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. 

Meteorologist Ambalal Patel has predicted about the cold, that we will have to face bone-chilling cold in 24 hours.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ 16મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ફટકો લાગ્યો છે.  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધું હતું.  ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આપ પાર્ટીમાં હડકંપ મચી જવા પામ્યા હતો. વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.  

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામાં હવે કોંગ્રસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના ડો.મનીષ દોશીએ કહ્યું કે, જનતાના મેન્ડેટ પર ચૂંટાઈ ભાયાણીએ ભાજપમાં ઘર વાપસી કરી છે. ભાજપ જનતા મેન્ડેટનો અનાદર કરી પક્ષપલટો કરાવે છે, સત્તા પર હાવી થવું ભાજપની નીતિ રહી છે. આ સાથે કહ્યું કે, ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પક્ષપલટા થઈ રહ્યા છે. ભાજપમાં આંતરિક જુથબંધી આસમાને છે છે અને વર્ષો જૂના કાર્યકરો અંદરખાને નારાજ છે. જૂના કાર્યકરોને ખૂણામાં હડસેલી દેવાયા છે.  AAPના ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચા વચ્ચે VTV NEWS સાથે વાત કરતા AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી. AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ કહ્યું કે, હું AAP સાથે જ છું, હું કોઇ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી. આ સાથે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ. 

 રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની પાંચ વર્ષ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણનાં લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.  જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.

Ambaji area development authority application of 97 crore has been passed by CM Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં કામો હાથ ધરવા ૯૭.૩૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Morbi bridge accident accused Jaysukh Patel's bail cleared, government favors, lawyer says no objection

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જે મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે જામીન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.  આ બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી.  ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે.જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી છે. 

security breach in lok sabha :  visitor jumps into the Lok Sabha chamber from the gallery House adjourned

ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે, લોકસભાની કાર્યવાહીમાં જ્યારે સદનમાં સાંસદો હાજર હતા તે સમયે ત્રણ લોકો ઘૂસી આવ્યા હતા.  નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો. 

સંસદમાં ઘુસીને સાંસદોના જીવ અધ્ધર કરી મૂકનારી ઘટનામાં બની હતી. સંસદ હુમલાની 22મી વરસી પર બુધવારે લોકસભામાં સુરક્ષામાં મોટી ચૂક થઈ ગઈ હતી, જેના કારણે દેશભરમાં હલચલ મચી ગઈ હતી. લોકસભામાં ઘુસેલો યુવાન સાગર શર્મા ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના પાસ પર સંસદની અંદર દાખલ થયો હતો. તે વિઝીટર ગેલેરીમાંથી નીચે કૂદ્યો હતો અને જૂતામાંથી પીળા રંગનો સ્પ્રે કાઢીને છાંટી દીધો હતો જેને કારણે ગૃહમાં પીળો ધૂમાડો ફેલાયો હતો અને સાંસદોમાં અફરાતફરી મચી હતી. 

bjp atal bihari vajpayee and narendra modi connection with 13 number

 મધ્યપ્રદેશમાં ડો.મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. મધ્યપ્રદેશમાં ડો.મોહન યાદવે મુખ્યમંત્રી પદના તથા રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. વિષ્ણુદેવ સાયે મુખ્યમંત્રી પદના તથા અરુણ સાવ અને વિજય શર્માએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. શું 13નો આંકડો આ નેતાઓના શાસન માટે શુભ રહેશે? તે ખૂબ જ મોટો પ્રશ્ન છે.  
 

ઉત્તરભારતમાં કકડતી ઠંડી પડી રહી છે. રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં ઓછામાં ઓછું ટેમ્પ્રેચર 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ થઈ શકે છે. આ વચ્ચે દેશનાં 11 જેટલા રાજ્યોમાં 2થી 3 દિવસ સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Rohit Sharma Video: Indian team captain Rohit Sharma spoke for the first time on the World Cup defeat. Rohit Sharma said- It...

રોહિત શર્માએ ODI વર્લ્ડ કપમાં હાર પર પહેલીવાર ખુલીને વાત કરી હતી. ODI વર્લ્ડ કપમાં હાર બાદ રોહિત શર્માને ખબર ન હતી કે તે ક્યારેય તે હારની નિરાશામાંથી બહાર આવી શકશે કે નહીં, પરંતુ હવે ચાહકોના પ્રેમે તેને ફરી એકવાર ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરવાની પ્રેરણા આપી છે. રોહિતે એ નથી જણાવ્યું કે તે કયા ટોપ વિશે વાત કરી રહ્યો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરવા વિશે વિચારી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ