બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / What happens to your money if the bank collapses? How the amount will be returned to your account, know the rules

તમારા કામનું / બેંક ડૂબી જાય તો તમારા પૈસાનું શું? કઇ રીતે તમારા એકાઉન્ટમાં રકમ પરત આવશે, જાણો નિયમ

Megha

Last Updated: 12:50 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Rules and Regulations: જો બેંક ડૂબી જાય કે નાદાર જાહેર થાય તો આ સ્થિતિમાં તમારા પૈસાનું શું થશે? તમારા મનમાં પણ આ વિચાર આવ્યો છે તો આ સમાચાર તમારા કામના છે.

  • બેંક નાદાર જાહેર થાય તો થાપણોનું શું થશે?
  • જમા રાશિ પર પાંચ લાખ રૂપિયાની ગેરેન્ટી મળી રહે છે
  • ખાતાધારકોને પૈસા પાછા આપવાની જવાબદારી DICGCની છે

Bank Rules and Regulations: આજકાલ દરેક લોકોનું બેંક એકાઉન્ટ હોય છે અને એ જરૂરી પણ બની ગયું છે, વધુ પડતાં લોકોની સેલેરી બેંક ખાતામાં આવે છે અને આ સિવાય ઘણા લોકો એમના પૈસા પણ બેંકમાં સાચવીને રાખે છે. ઘણા લોકો એમની બચત બેંકમાં રાખે છે. આ સિવાય બેંક ફક્ત પૈસા રાખવાની જ નહીં પણ બીજી ઘણી સુવિધા પણ આપે છે. ઘણી એવી સ્કીમ આપે છે જેમાં રોકાણ કરીને સારું રિટર્ન પણ મળે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી બેંક ક્યારેક ડૂબી જાય કે કોઈ કારણોસર બંધ થઈ જાય તો એવી સ્થિતિમા તેમાં પડેલ તમારા પૈસાનું શું થાય છે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

શું છે નિયમ? 
જો બેંક ડૂબી જાય કે નાદાર જાહેર થાય તો આ સ્થિતિમાં થાપણોનું શું થશે? કે તમારા પૈસાનું શું થશે? જો તમારા મનમાં પણ આ વિચાર આવ્યો છે તો આ સમાચાર તમારા કામના છે.  જો તમારું કોઈ બેંકમાં એકાઉન્ટ છે અને એ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા પડ્યા હોય અને એવામાં અચાનક બેંક ડૂબી ગઈ તો? જણાવી દઈએ કે નિયમો અનુસાર આવી સ્થિતિમાં 5 લાખ રૂપિયા મળી રહે છે એટલે કે 5 લાખ કે તેનાથી નીચેની રકમ બેંકમાં સુરક્ષિત માનવામાં આવે છે. 

બેંક ડિપોઝિટ ગેરંટી વધારીને પાંચ લાખ રૂપિયા કરી 
જણાવી દઈએ કે પહેલા બેકમાં જમા રાશિ પર એક લાખ રૂપિયાની ગેરંટી મળતી હતી. આ પછી વર્ષ 2020 માં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં ફેરફાર કર્યો હતો અને કેન્દ્ર સરકારે બેંક ડિપોઝિટ ગેરંટી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી.

તો શું તમારે નુકસાન ભોગવવું પડશે?
હવે આ વાંચીને વિચાર આવ્યો હશે કે જો બેંકમાં 5 લાખ કરતાં વધુ પૈસા જમા પડ્યા હોય તો શું તમારે નુકસાન ભોગવવું પડશે? એ સમયે એમ સમજવું જરૂરી છે કે સરકાર પણ તેના માટે પગલાં ઉઠાવી રહી છે કે કેવી રીતે લોકોની મહેનતની કમાણી ન બગડે. આવી સ્થિતિમાં સરકાર એવું પગલું ઉઠાવે છે કે કોઈ પણ બેંક ડૂબવાની હોય ત્યારે આરબીઆઇની મદદથી સરકાર એ બેંકને બીજી કોઈ એક મોટી બેંકમાં વિલય કરી દે છે અને એમ કરવાથી લોકોના પૈસા ડૂબતાં બચી જાય છે. 

આ સિવાય જ્યારે કોઈ બેંક ડૂબવાની હોય છે કે એવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે ડીઆઈસીજીસી બેંક એ ખાતા ધારકોના પૈસા ચૂકવવાની જવાબદારી ઉઠાવી લે છે અને એ બેંક પાસેથી તે પ્રીમિયમ લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ