બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / What happened last night? See what the credit hospital warden said who saw the whole incident unfold

અગ્નિકાંડ / શ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...

Hiren

Last Updated: 05:27 PM, 6 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંધારી કાજળઘેરી રાત્રે જયારે એકબાજુ સમગ્ર દેશ અયોધ્યામાં થયેલ રામ મંદિરના ભૂમિ પૂજનના અવસરે હર્ષોલ્લાસના સાગરમાં  હિલોળા લઈને ભર ઊંઘમાં પોઢી રહ્યો હતો ત્યારે અમદાવાદની એક હોસ્પિટલમાં અગ્નિરૂપી કાળ 8 નિર્દોષોની જિંદગીઓને ભરખી રહ્યો હતો. અમદાવાદમાં આવેલી શ્રેય નામની કોવિડ કેર હોસ્પિટલમાં ફાયર સેફટીના અપૂરતા અને અણઘડ આયોજનના લીધે ICUમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ભરતી 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યા હતા.

  • શ્રેય હોસ્પિટલના ગોઝારા અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની જુબાની
  • ICUમાં દાખલ 5 પુરુષો અને 3 સ્ત્રીઓ જીવતા ભુંજાયા
  • ફાયર વિભાગના NOC વગર ચાલી રહી હતી હોસ્પિટલ

અમદાવાદમાં બનેલી દુર્ઘટનાના પડઘા નેશનલ લેવલ પર પણ  પડ્યા હતાં. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી લઈને વડાપ્રધાન મોદી ને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટ્વીટ કરાયા હતાં. અને જેમાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પીટલમાં ભરતી 8 દર્દીઓના ICUમાં આગ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા, આ ઘટના જ્યાં ઘટી એ કામ કરતા વોર્ડબોય ચિરાગ પટેલ સાથે vtvએ રૂબરૂ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ એ રાત્રે હોસ્પીટલમાં પોતે હાજર હતાં અને આગ લાગ્યા બાદ પોતે જીવના જોખમ છતાં બચાવ કામગીરીમાં તેમણે ભાગ લીધો હતો.

શું બન્યું હતું એ ગોઝારી રાતે?

વોર્ડ બોય ચિરાગ પટેલના જણાવ્યાં પ્રમાણે તે રાત્રે પોણા ત્રણના સુમારે પાણી પીવા બહાર આવ્યો ત્યારે ICUમાં એક સ્ટાફ બ્રધર અંદર હતો. અચાનક જ પાણી લાવો તેવી બુમો પડી હતી. તેઓ દોડતા અંદર ગયા તો 9 નંબરના દર્દીના વાળ સળગતા હતા. એ દરમિયાન સ્ટાફ બ્રધર ગૌરવ PPE કીટ પહેરી બચાવવા ગયો હતો. પરંતુ તેમની PPE કીટ સળગવા લાગતા ડોક્ટર તેમને બચાવવા ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યાં અંદર એક બ્લાસ્ટ થયો. જે બાદ ફાયરની ટીમ આવતા તેમણે ચિરાગને અંદર જવાની ના પાડી હતી. પરંતુ તે પોતે બચાવ માટે કામ કરવા તૈયાર છે તેવું કહેતા ઓક્સિજન કીટ પહેરીને જવા દેવામાં આવ્યા, પરંતુ ખુબ ધુમાડો અને આગ હોવાથી કઈ જોઈ શકાતું નહોતું. જેથી બચાવ કામગીરીમાં ખુબ જ મુશ્કેલી પડી હતી.

આપ્તજનોનો આક્રંદ , નથી મળી રહી કોઈ માહિતી 

રાત્રે આગ લાગ્યા બાદ લગભગ 3.20ના સુમારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેની મદદથી 3.30 વાગ્યાથી દર્દીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પીટલમાં ભરતી અન્ય દર્દીઓને SVP હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં, એક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હોવાથી તેના તમામ દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ખસેડાયા હતાં. કુલ 50ની ક્ષમતા ધરાવતી આ હોસ્પીટલમાં 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. આ હોસ્પિટલના ક્યા પેશન્ટ્સને ક્યાં ખસેડાયા તે બાબતની કોઈ માહિતી તંત્ર કે હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનોને અપાઈ નહોતો જેના બાબતે દવાખાના બહાર પોલીસ સાથે પરિવારવાળાનું ઘર્ષણ થયું હતું. આપ્તજનો આક્રંદ કરતાં જોવા મળ્યાં હતાં કે તેમને માત્ર મીડિયા દ્વારા જ જાણકારી મળી છે.

હોસ્પીટલની 'બેદરકારી' તો શું AMCને ક્લીનચિટ?

તપાસમાં હોસ્પીટલના ફાયર સેફ્ટીના સાધનો અને સરંજામ અપૂરતા હતાં તેવું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે સાધનો હતાં તેમાં પણ ઘણાંખરા એક્સપાયર હતાં અને સૌથી મોટી લાપરવાહી એ કે શ્રેય હોસ્પિટલ પાસે ફાયર વિભાગ નું NOC જ નહોતું, તો કઈ રીતે આ હોસ્પિટલ કાર્યરત હતી? આ બાબતે હોસ્પિટલ તંત્ર જવાબદાર ગણાય. તો શું AMCને ક્લીનચીટ આપી દેવાશે? 

AMC જ આપે છે ફાયર માટેનું NOC

ઉલ્લેખનીય છે કે AMCનું જ ફાયર વિભાગ હોસ્પિટલો અને અન્ય મિલકતોને ફાયર માટેનું NOC ઇસ્યુ કરતુ હોય છે અને AMCના વિભાગો દ્વારા જ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કરાર કરીને તેને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાતી હોય છે તો શું આ કરાર પહેલા હોસ્પિટલની કોઈ જ જરૂરી ચકાસણી વગર જ તેને કોવિડ કેર સેન્ટર બનાવી દેવાય છે? આ મામલે AMC તંત્ર પણ શંકાના ઘેરાવામાં આવે છે, કોવિડ કેર સેન્ટર બનાવવાના મામલે આટલી બેદરકારી દાખવતી AMC પણ આ દર્દીઓના અપમૃત્યુ અને તેમના આપ્તજનોના આક્રંદ માટે જવાબદાર ખરી કે નહિ?

લાખોનો ધુમાડો છતાં મળ્યું મૃત્યુ 

હોસ્પીટલના અગ્નિકાંડમાં ભોગ બનેલા ધોળકાના પિતા - પુત્રના પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે તેમણે સારવાર પેટે હોસ્પીટલમાં કુલ 11 લાખ રૂપિયા ભર્યા હતાં. છતાં માત્રને માત્ર હોસ્પીટલની બેદરકારીને કારણે આજે તેમના પરિવારના બે મોભીઓને કાળ ભરખી ગયો. તેઓ આક્રંદ કરી રહ્યાં રહ્યાં હતાં કે હવે તેમને ન્યાય ક્યારે મળશે? ઉલ્લેખનીય છે કે ધોળકાના નવનીત ભાઈ શાહ અને તેમના પુત્ર નવીનભાઈ શાહ શ્રેય હોસ્પીટલમાં ભરતી હતાં જ્યાં ICUમાં આગ લાગવાની દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ