What gifts did PM Modi give to the heads of states involved in the G7 Summit,let find out
Photos /
PM મોદી જ્યારે પણ ગયા વિદેશ પ્રવાસે, વિશ્વ નેતાઓને આપી છે આ 11 સ્પેશ્યલ ગિફ્ટ
Team VTV02:09 PM, 28 Jun 22
| Updated: 03:26 PM, 28 Jun 22
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ G7 Summitમાં શામેલ પ્રધાનમંત્રીઓ એમ જ રાષ્ટ્રપતિઓને ખાસ ભેટ આપી, દુનિયાના બીજા દેશો સાથે મિત્રતા બનાવી રાખવા માટે અને સહયોગ બનાવી રાખવા માટે પીએમની આ અનોખી અને ખાસ પહેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ G7 Summitમાં શામેલ પ્રધાનમંત્રીઓ એમ જ રાષ્ટ્રપતિઓને ખાસ ભેટ આપી છે. દરેક રાષ્ટ્રઅધ્યક્ષને આપવમાં આવેલ આ ખાસ ભેટ પીએમ મોદીની પહેલ પર જ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી G7 Summit દરમિયાન ઘણી વાતો પણ કરી અને એ સાથે જ અલગ અલગ રાષ્ટ્રધ્યક્ષકોની સાથે ચર્ચા કરી અને તેમણે ભેટ આપતા પણ નજર આવ્યા. દુનિયાના બીજા દેશો સાથે મિત્રતા બનાવી રાખવા માટે અને સહયોગ બનાવી રાખવા માટે પીએમની આ અનોખી અને ખાસ પહેલ છે. જ્યારે પણ પીએમ મોદી વિદેશ બીજા રાષ્ટ્રપતિનો ભેટો કરવા જાય છે ત્યારે એમની માટે ખાસ ભેટ જરૂર લેતા જાય છે. G7 Summitમાં પણ પીએમ મોદી દરેકને ખાસ ભેટ આપી. તો ચાલો જાણીએ શું છે એ ખાસ ભેટ.
જાપાનના પીએમને પીએમ મોદીએ આપી બ્લેક પાટરિ
ઉતરપ્રદેશના નીઝામાબાદની બ્લેક પાટરિના વાસણોમાં કાળો રંગ લઇ આવવા માટે એક વિશેષ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે આ માટીના વાસણોને આગની મદદથી બનાવવામાં આવે છે ત્યારે એ સમયે એ નિશ્ચિત કરવામાં આવે છે કે ત્યાં ઓક્સીજન ન મળે અને ગરમીનું સ્તર એક જેટલું જ બની રહે. ઓક્સીજનની ખામી જ વાસણને લાલ કલર આપે છે. પછી એ માટીના વાસણમાં કાચ લગાવવામાં આવે છે. આ વાસણને આગમાં મુકવામાં આવે ત્યારે તેના પર સરસવનું તેલ લગાવવામાં આવે છે એ પછી તે વાસણને મઠારવામાં આવે છે અને તેમાં ચાંદી ધાતુના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પછી જ બ્લેક પાટરિ તૈયાર કરવામાં આવે છે.
પીએમ મોદીએ ઇટલીના પીએમને ભેટમાં આપ્યું માર્બલ ઇનલે ટેબલ પોટ
માર્બલ ઇનલની ઉત્પત્તિ ઓપસ સેકટાઈલમાં થઇ છે. આ એક પ્રાચીન અને મધ્યયુગીન રોમન દુનિયામાં લોકપ્રિય માર્બલ ઇનલેનો રૂપ છે, જ્યાં દીવાલ પર ચિત્ર કે કોઈ ડીઝાઇન બનાવવા માટે આ સામગ્રીનો ઉપયોગ થતો. ઇનલે કામની સાથે આ માર્બલ ટેબલ ટોપની ઉત્પતિ તાજમહલની પ્રસિદ્ધિવાળા આગ્રામાં થઇ છે. આ માર્બલ ટેબલ ટોપ કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. તેને ઇટાલિયન માર્બલ ઇનલ વર્કની જેમ બનાવવામાં આવતા હતા. આ પ્રક્રિયામાં સંગેમરમરના પર આ પથ્થરોને કાપવામાં આવતા અને તેમાં ચોંટાડવામાં આવતા અને ઘણી રંગીન આકૃતિઓ બનાવવામાં આવતી હતી.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતીને લાકરવેયર રામ દરબાર ભેટમાં આપ્યું
જીઆઈ ટેગ કરેલ આ લાકરવેયર કળાની ઉત્પત્તિ ઉતરપ્રદેશના વારાણસીમાં થઈ છે. દેવી-દેવતા અને પવિત્ર જાનવરોની લાકડાની મૂર્તિઓમાં સંયોજવા આ એક ઘણી અઘરી પ્રક્રિયા છે. આ માટે તેમના અલગ અલગ અંગો મુજબ અલગ અલગ લાકડાઓની જરૂર પડે છે અને આ મૂર્તિઓ માટે ખાસ લાકડા મો ટુકડો ગૂલર વનસ્પતિનો હોય છે. આવી કલાકૃતિમાં પ્રમુખ પાત્ર શ્રીરામ, સીતા અને હનુમાન છે.
જર્મન ચાંસલરને મેટલ મરોડીવાળું મટકું ભેટમાં આપ્યું
બહરત્ન ઉતર પ્રદેશના પીતળ શહેર કે નગરી તરીકે ઓળખાતા મુરાદાબાદની ઉત્કૃષ્ટ કૃતિ માનવામાં આવે છે. જેને પહેલા કાગળ પર સ્કેચ કરવામાં આવે છે અને પછી લાકડાના બ્લોક સાથે ટેબઈ ડીઝાઇન તૈયાર કરવામાં આવે છે. આને ખાસ કરીને મરોડી ડીઝાઇન કહેવા છે.
અમેરિકન રાષ્ટ્રપતિને ગુલાબી મીનાકારી વાળો બ્રોચ અને કફલીંગ ભેટમાં આપી
ઉતર પ્રદેશના વારાણસીની પ્રખ્યાત આ કળાને શુદ્ધ ચાંદીમાંથી ઢાળવામાં આવે છે અને થોડી પસંદીતા ડીઝાઇનમાં જ તેને બનાવવામાં આવે છે. સાથે જ તેને મીના કાચ સાથે મઠારીને તૈયાર કરવામાં આવે છે. આ માટે મુખ્ય રંગોમાં ગુલાબી કલરનો ઉપયોગ થાય છે જેથી તેનુંના ગુલાબી મીનાકારી પડી ગયું છે.
બોરીસ જોન્સનને પ્લેટીનમ હેન્ડ પેટન્ટ ટી સેટ ભેટમાં આપ્યો
આ યુપીના બુલંદશહેરની કળા છે જેને 1200 ડીગ્રી સેલ્સિયસ પર નીકાળીને હાથ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ પછી તેને આકાર આપીને અલગ અલગ રંગોથી મઠારવા માં આવે છે.
કેનેડાના પ્રધાનમંત્રીને સિલ્ક કાર્પેટ ભેટમાં આપી
હાથદ્વારા બનેલ કાશ્મીરી રેશમી કાર્પેટ દુનિયાભરમાં જાણીતી છે. એ કાશ્મીરી કાર્પેટ મુખ્યરૂપે શ્રીનગરમાં બનાવવામાં આવે છે.
અર્જ્ન્ટીનાના રાષ્ટ્રપતિને નંદીથીમ વાળી મૂર્તિ ભેટ કરી
મધ્ય ભારતના છતીસગઢમાં આવી વિશેષ કળા કૃતિ વાળી આકૃતિઓ મળી આવે છે.
ક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને રામાયણથીમ વાળી મૂર્તિ ભેટમાં આપી
મધ્ય ભારતના છતીસગઢમાં આવી વિશેષ કળા કૃતિ વાળી આકૃતિઓ મળી આવે છે. જે 4000 વર્ષોથી પણ જૂની કળા ગણવામાં આવે છે.