બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / What does BJP think about the low voter turnout

ચૂંટણી 2022 / શું મતદાનમાં ભાજપની પેજસમિતિ ફેલ? CR પાટીલે આપ્યો સ્પષ્ટ જવાબ, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 08:11 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બળવાખોર નેતાઓને લઈ સી આર પાટીલનું નિવેદન; સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા, આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે

  • બળવાખોર નેતાને લઈ સી આર પાટીલનું નિવેદન
  • આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે: પાટીલ
  • જીતશે તો પણ પરત લઇશું નહીં: પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની 93 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો બળવાખોર નેતાને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. 

બળવાખોર નેતાઓને લઈ સી આર પાટીલનું નિવેદન 
બળવાખોર નેતાને લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા સંવેદનશીલ છે, અમુક કાર્યકર્તાની ટિકિટ કપાઇ છે અને કાર્યકર્તાએ ટિકિટ માંગી હોય તો નારાજગી આવી હશે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા અને આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. તેમણે બળવાખોર નેતાઓને લઈ જણાવ્યું કે, તેવા લોકો પર તાત્કાલિક પગલા લીધા છે અને જે લોકો જીતશે તો પણ પરત લઇશું નહીં તેમણે કહ્યું કે, 4થી 5 લોકોએ ઉમેદવારી કરી છે.

 

પેજ સમિતિને લઈ શુ કહ્યું
પાટીલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીનો અને અમિત શાહનો આભાર માનું છું તેઓ સતત ગુજરાત રહ્યાં છે. તેમણે કહ્યું કે, 93 વિધાનસભમાં મતદાન બાકી છે જ્યાં મતદારો પોતાનો મત અવશ્ય આપે તેમણે જણાવ્યું કે, પેજ સમિતિ સારી કામગીરી કરી છે અને તેમનુ કામ છે ભાજપ તરફેણમાં વધુ મતદાન કરાવવાનું તે કર્યું છે અને 10 લાખ મતો આ વખતે વધુ પડ્યા છે અને મતદારો વધ્યા તેના કારણે મતદાન ઓછું દેખાય છે. તેમણે કહ્યું કે, મતદારોને અપીલ કરૂ છું કે, તમામ પોટાના મતનો ઉપયોગ કરો અને ગુજરાતના વિકાસ માટે, યુવાનોના ભવિષ્ય માટે મતાધિકારનો ઉપયોગ કરો તેમણે જણાવ્યું કે, તેમણે કહ્યું કે, મેં લગભગ મોટા ભાગની તમામ બેઠકોનો પ્રવાસ કર્યો છે અને જ્યાં પણ નાની મોટી મુશ્કેલી હોય તે દૂર કરવાની કોશિસ કરી છે તેમણે કહ્યું કે, અમે અને અમારી પાર્ટી શિસ્તની બાબતમાં ચલાવી લે તેમ નથી એટલે સામે ગયેલા કોઈ પણને ફરીથી ભાજપ લઈશું નહીં.

14 જિલ્લાની 93 બેઠક પર પ્રચાર શાંત થયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. બીજા તબક્કાના ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો, ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર પ્રચાર શાંત થયો છે. આજે સાંજથી ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તમને જણાવી દઈએ કે, ભાજપ-કોંગ્રેસ અને AAP સહિત 833 ઉમેદવાર ચૂંટણી મેદાનેો ઉતર્યા છે તેમજ બીજા તબક્કામાં 2.60 કરોડ મતદારો મતદાન કરશે 
 
ક્યાં ક્યાં જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન
અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને લઈ આજે પ્રચારના પડઘણ શાંત થયા છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ