બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Weather Forecast updates cyclone in november storm in arabian sea

Weather Forecast / વાવાઝોડાઓનો મહિનો શરૂ: નવેમ્બરમાં જ આવે છે સૌથી વધુ ચક્રવાત, જાણો આ મહિને કેવા રહેશે મોસમમાં હાલ, શું છે આગાહી

Arohi

Last Updated: 08:33 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast: નવેમ્બરના મહિનામાં સૌથી વધારે વાવાઝોડાની આગાહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ મહિને સૌથી વધારે વાવાઝોડા આવે છે.

  • શરૂ થશે વાવાઝોડાનો મહિનો 'નવેમ્બર'
  • નવેમ્બર મહિનામાં આવે છે સૌથી વધારે વાવાઝોડા
  • જાણો આ વખતે કેવો રહેશે નવેમ્બર મહિનો 

ભારતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ હવે રાજ્યોમાં ગુલાબી ઠંડી શરૂ રહી છે. જોકે દેશના મોટાભાગના વિસ્તારોમાં 15 ઓક્ટોબર બાદથી જ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. નવેમ્બર સુધી દેશમાં ઠંડીની એન્ટ્રી થઈ જાય છે. ત્યાં જ નવેમ્બરને દેશમાં વાવાઝોડાનો મહિનો કહેવામાં આવે છે. કારણ કે સૌથી વધારે વાવાઝોડા આ મહિનામાં આવે છે. 

રિપોર્ટ અનુસાર નવેમ્બરના મહિનામાં વરસાદ બાદ હવામાનમાં સૌથી વધારે વાવાઝોડાનો રેકોર્ડ છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ મહિનો સૌથી વધારે વાવાઝોડુ લઈને આવે છે. જોકે અરબ સાગરની અપેક્ષાએ બંગાળની ખાડીમાં વધારે સંખ્યામાં વાવાઝોડાનો રેકોર્ડ રહ્યો છે. 

ઓક્ટોબરમાં આવી ચુક્યા છે બે વાવાઝોડા
આ પહેલા ઓક્ટોબરમાં 2 વાવાઝોડાએ દસ્તક આપી દીધી છે. આ વાવાઝોડા ઝડપી હતા. જે ભારતીય તટ પર નહીં પરંતુ યમન અને બાંગ્લાદેશ તરફ વળી ગયા હતા. 

રિપોર્ટ અનુસાર 10 વર્ષમાં આ મહિનામાં દેશમાં ઘણા વાવાઝોડાએ દસ્તક આપી છે. 2013થી 2022 સુધી બંગાળની ખાડીમાં 18 વાવાઝોડા આવ્યા છે. જ્યારે મોનસૂન બાદના વાવાઝોડામાં અરબ સાગરમાં 10 વાવાઝોડા આવ્યા છે. 

ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં નવેમ્બરના મહિનામાં ભારતીય સમુદ્રમાં કોઈ વાવાઝોડા નથી આવ્યા. એવામાં આ પ્રકારે 2021 અને 2022માં ચોમાસા બાદ ફક્ત 5 વાવાઝોડા આવ્યા. પરંતુ ઓક્ટોબર 2021માં બંગાળની ખાડીમાં 4 અને અરબ સાગરમાં ફક્ત 1 વાવાઝોડુ આવ્યું. 

બંગાળની ખાડીમાં 10 વર્ષમાં આવ્યા 7 વાવાઝોડા
જણાવી દઈએ કે 10 વર્ષમાં બંગાળની ખાડીથી નવેમ્બરમાં 7 વાવાઝોડાએ દસ્તક આપી છે. જ્યારે અરબ સાગરમાં ફક્ત 4 વાવાઝોડા આવ્યા છે. બંગાળની ખાડીની તુલનામાં ડિસેમ્બરમાં અરબ સાગરમાં વાવાઝોડાની આવૃત્તિ ઝડપથી ઓછી થઈ રહી છે. તેમાં ડિસેમ્બર 2019માં ફક્ત એક વાવાઝોડુ આવ્યું હતું. ત્યાં જ અરબ સાગરના પશ્ચિમી ભાગોમાં ભારતીય તટથી ખૂબ દૂર હતું. 

શું છે હવામાનની આગાહી? 
21 ઓક્ટોબરે પોતાની શરૂઆત બાદથી પૂર્વોત્તર હવામાન ખૂબ જ હલ્કુ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગતિવિધિમાં તેજી આવી છે અને આવનાર થોડા દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. 

રિપોર્ટ અનુસાર બંગાળની ખાડી અને અરબ સાગરના દક્ષિણી ભાગોથી પસાર થનાર મોસમી ઉત્તર-પૂર્વી ધારામાં કોઈ મોટી ગડબડી નથી. જેથી નવેમ્બરના પહેલા અઠવાડીયામાં કોઈ પણ વાવાઝોડુ આવવાની સંભાવના નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Arabian Sea Cyclone November Storm weather Forecast વાવાઝોડું Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ