બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / We are working on providing free drinking water for spectators during World Cup games: JayShah

World Cup / વર્લ્ડ કપની મેચોમાં દર્શકોને મફતમાં મળશે આ સુવિધા, ભારત-પાક.મેચને લઈને મોટું સસ્પેન્સ, જય શાહનું એલાન

Hiralal

Last Updated: 09:28 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં રમાનાર વર્લ્ડ કપની મેચોમાં દર્શકોને સ્ટેડિયમમાં મફત પીવાનું પાણી આપવાનો વિચાર કરાઈ રહ્યો છે તેવું બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું છે.

  • વનડે વર્લ્ડ કપની તારીખોમાં ફેરફારની સંભાવના
  • ભારત-પાક.મેચની તારીખ બદલાય તેવી શક્યતા
  • 15 ઓક્ટોબરે નિર્ધારીત છે પણ તે દિવસે નવરાત્રીની શરુઆત 
  • દર્શકોને મફત પીવાનું પાણી આપવાની વિચારણા 

વર્લ્ડ કપની મેચોમાં દર્શકોને મફત પીવાના પાણીની સુવિધા મળી શકે છે. BCCI સચિવ જય શાહે કહ્યું છે કે સ્ટેડિયમમાં દર્શકોને મફત પીવાનું પાણી આપવાની બોર્ડની વિચારણા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તો દર્શકોને સ્ટેડિયમમાં મોંઘા ભાવે પાણી ખરીદવું પડતું હતું પરંતુ હવે જય શાહની વાત બાદ બની શકે છે દર્શકોને સ્ટેડિયમમાં મફત પણી મળી શકે. 

ભારતમાં 5 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે વર્લ્ડ કપ 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ભારતમાં 5 ઓક્ટોબરથી શરુ થનારા વનડે વર્લ્ડના કાર્યક્રમનું એલાન તો કરી દીધું છે પરંતુ હવે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થવાની સંભાવના જણાઈ રહી છે અને બીસીસીઆઈ સચિવ જય શાહના ટ્વિટ પરથી સંકેત મળ્યો છે. 

3 દેશોએ વર્લ્ડ કપના શિડ્યુઅલમાં ફેરફાર કરવાની માગ કરી
જય શાહે કહ્યું કે ઓછામાં ઓછા 3 દેશોએ વર્લ્ડ કપના શિડ્યુઅલમાં ફેરફાર કરવાની માગ કરી છે. તેમની આ માગને ધ્યાનમાં આગામી 2-3 દિવસમાં સુધારિત શિડ્યુઅલ બહાર પડી શકે છે. 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ગોઠવાયેલી છે પરંતુ 15 ઓકટોબરે નવરાત્રી શરુ થતી હોવાથી આ મેચનું શિડ્યુઅલ પણ બદલાઈ શકે છે. 

જય શાહે 3 મોટી વાત કરી 
1) વર્લ્ડ કપનો સુધારેલો કાર્યક્રમ 2-3 દિવસમાં બહાર પડી જશે. 
2) ત્રણ સભ્ય દેશોએ આઈસીસીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે પત્ર લખ્યો છે.
3) અમે વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્શકોને મફત પીવાનું પાણી પુરુ પાડવાનો વિચાર કરી રહ્યાં છીએ.  

વનડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે?
પોલીસે સુરક્ષાના કારણોસર બીસીસીઆઈને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર માટે કહ્યું છે. અમદાવાદમાં હોટલ અને આવાસોમાં ઘણું એડવાન્સ બુકિંગ થઈ જતાં ચાહકો આ સમાચારથી રોષે ભરાયા હતા. હવે ચાહકોનો ડર સાચો ઠર્યો છે કારણ કે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે કે, વન ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર માટે ઘણા સભ્ય દેશોએ આઇસીસીને પત્ર લખ્યો છે અને તેના પર બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

શું ટીમ ઈન્ડિયાના વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમમાં થશે ફેરફાર?
કયા દેશોએ તારીખોમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે તેની કોઈ જાણકારી અપાઈ નથી. ચાહકોએ ક્રિકેટના સૌથી મોટા મંચ પર તેમની મનપસંદ ટીમોને જોવા માટે હોટલો બુક કરવાનું શરૂ કરી દીધું છે અને શેડ્યૂલમાં કોઈપણ ફેરફારની તેમની યોજનાઓ પર વિપરીત અસર પડશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 

19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ
27 જુને આઈસીસીએ વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ