બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Vigorous campaigning of PM Modi in Ahmedabad

ચૂંટણી 2022 / પહેલા ગરીબો સુધી પૈસા ક્યારે પહોંચતા ન હતા, કયો પંજો હતો જે રૂપિયોને ઘસી નાખતો હતો: સરસપુરમાં PM મોદીના પ્રહાર

Dinesh

Last Updated: 09:03 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવદમાં PM મોદીનો દમદાર પ્રચાર; વડાપ્રધાને જણાવ્યું કે, આવતીકાલે સાંજે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે તેના પહેલા આ ચૂંટણી અભિયાનની મારી છેલ્લી સભા

  • અમદાવદમાં PM મોદીનો દમદાર પ્રચાર
  • આ કયો પંજો હતો જે રૂપિયોને ઘસી નાખતો હતો:PM
  • 'ભાજપ જીતી રહી છે એવું કોંગ્રેસ પણ કહી રહી છે'


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરુ થયું છે. 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આવતીકાલે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી દિવસ-રાત જોયા વિના મતદારોને પોતાની તરફ કરવા માટે દિગ્ગજ નેતાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. એવામાં આજે વડાપ્રધાન મોદી રોડ શો બાદ અમદાવાદના સરસપુર ખાતે જાહેર સભાને સંબોધી હતી.

PM મોદીનો દમદાર પ્રચાર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આવતીકાલે સાંજે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે તેના પહેલા આ ચૂંટણી અભિયાનની મારી છેલ્લી સભા છે તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા અમદાવાદનો હ્રદયથી આભાર માનું છું ગઈ કાલે કસેરીયા મહાસાગર આખાં અમદાવદમાં જુમ જુસ્સો અને અમદાવાદના લાખો નાગરિકોના દર્શન કરવાનો મોકો મળ્યો અને આશીર્વાદ મેળવવાનો લાવો મળ્યો અને આજે માં ભદ્રકાલી અને પૂજ્ય બાબા સાહેબ આંબેડકર આ બેન્ને પવિત્ર સ્થળે માથો નમાવવા ગયો. તેમણે જણાવ્યું તે, પહેલા ચરણનો મતદાન પૂરૂ થયો છે અને પહેલા જે ઉછળી ઉછળીને બોલતા તા તે ગઈ કાલ પછી બંધ થઈ ગયા છે તેમને ખબર પડી ગઈ કે, આમા આપણુ કંઈ છે નહી.

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કહ્યું કે, પહેલા ચરણના મતદાનમાં નક્કી થઈ ગયું છે ભાજપ અભૂતપૂર્વ જીતી રહ્યું છે અને આ હું જ નહી પણ કોંગ્રેસ પણ કહી રહી છે. તેમણે કહ્યું કે, તમને બધાને થતું હશે કે, કોંગ્રેસે આવુ ક્યારે કહ્યું તો તમને યાદ કરાવુ કે, બે દિવસથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળો તો લગાતાર EVMને ગાળો બોલે છે.  તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે EVMને ગાળો બોલે છે ત્યારે સમજી લેવું કે, તેમણે ઉછાળા ભરી લીધા છે અને ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે. તેમણે કહ્યું ચૂંટણી હોય ત્યારે મોદીને ગાળો દેવાની અને મતાદાન થાય એટલે EVMને દેવાની. 

આ કયો પંજો હતો જે રૂપિયોને ઘસી નાખતો હતો:PM
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મૂળભૂત એપર્ચને લઈ ફેરફાર છે અને સૌનો સાથ સૌનો વિકાસ એ જ અમારો ઉદ્દેશ્ય છે, તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ગરીબો પાસે પૈસા ક્યારે પહોંચતા ન હતા, આ કયો પંજો હતો જે રૂપિયોને ઘસી નાખતો હતો તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં કોઈ આતંકી ઘટના બને તો દુનિયાની મદદ માટે વિનંતી કરવી પડતી હતી તેમણએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં જ્યારે સંકટ આવ્યું ત્યારે આપણા લોકોને ત્યાંથી સહી સલામત લઈ આવ્યા હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ