બ્રેકિંગ ન્યુઝ
VTV / video shows brazilian man drinking beer 11 year old son flies plane crash both died
Manisha Jogi
Last Updated: 04:52 PM, 9 August 2023
ADVERTISEMENT
લોકો પોતાની મજા અને બેવકૂફીના કારણે અનેક વાર એવું કરી બેસે છે, જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. 29 જુલાઈના રોજ 42 વર્ષીય રિસર્ચર ગૈરોન મૈયા અને તેમના દીકરા ફ્રાંસિસ્કો મૈયાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. વિમાનનું ટ્વિન એન્જિનવાળુ ક્રાફ્ટ બૈરન 58 એક જંગલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
11 વર્ષના દીકરાના હાથમાં આપ્યો વિમાન કંટ્રોલ
દુર્ઘટના પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે, જે ખૂબ જ ભયાનક છે. આ વિડીયો જોઈને કહી શકાય કે, આ દુર્ઘટના કેવી રીતે થઈ હશે. વિડીયોમાં પિતા શરાબ પી રહ્યો છે અને 11 વર્ષના દીકરાના હાથમાં વિમાનનો કંટ્રોલ આપ્યો છે.
ADVERTISEMENT
ઉડતા વિમાનમાં પિતા બિયર પીતો રહ્યો
આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, શું ખરેખર આ વિડીયો દુર્ઘટના પહેલા શુટ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં પિતા ગૈરોન તેના દીકરાને વિમાન સંચાલિત કરવાના નિર્દેશ આપે છે અને વિમાનના નિયંત્રણ વિશે શીખવી રહ્યો છે.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023
આ સમગ્ર મામલાની તપાસ ચાલુ
આ વિડીયો ક્યારે શુટ કરવામાં આવ્યો છે, તે જાણી શકાયું નથી. તપાસકર્તાઓએ જણાવ્યા અનુસાર ગૈરોન પોતાની અને તેના દીકરાની સુરક્ષા બાબતે તદ્દન નિશ્ચિંત હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે સમયે કોણ વિમાન ચલાવી રહ્યું હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે.
પિતા-પુત્રએ ફેમિલી ફાર્મથી ઉડાન ભરી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર ગૈરોને વા કૉન્ક્વિસ્ટાના રોંડોનિયા શહેરમાં એક ફેમિલી ફાર્મથી ઉડાન ભરી અને ફ્યૂઅલ ભરવા માટે વિલ્હેનાના એક એરપોર્ટ પર રોકાયા હતા. દીકરો તેની માતા સાથે રહેતો હતો અને તેઓ પોતાના દીકરાને કૈંપો ગ્રાંડે, માટો ગ્રોસો ડો સુલમાં પરત મોકલવા માંગતા હતા.
માતાએ પણ કર્યો આપઘાત
1 ઓગસ્ટના રોજ પિતા અને પુત્રને દફનાવ્યા પછી, ગૈરોનની પત્નીએ 1 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો. બ્રાઝીલના કાયદા અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ અને હાઈસ્કૂલ પૂર્ણ કરી હોય, રાષ્ટ્રીય ઉડ્ડયન એજન્સીમાં રજિસ્ટર્ડ હોય તેમને જ હવાઈ જહાજ ઉડાડવાની મંજૂરી આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT