બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / vasundhara raje video viral rajasthan bjp legislative party meeting

સીએમ મામલો / VIDEO : ભજનલાલના નામવાળી ચિઠ્ઠી વાંચીને વસુંધરા રાજેની કેવી હાલત થઈ? વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 09:13 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માનું નામ લખેલી ચિઠ્ઠી રાજનાથ દ્વારા મળ્યાં બાદ વસુંધરા રાજેના રિએક્શનનો વીડિયો વાયરલ થયો છે.

  • ભાજપ હાઈ કમાન્ડે વસુંધરા રાજે પાસે જ જાહેર કરાવ્યું સીએમ તરીકે ભજનલાલનું નામ
  • રાજનાથે ભજનલાલ શર્મા લખેલી ચિઠ્ઠી વસુંધરા રાજેને પકડાવી
  • વસુંધરાએ કોઈને ખબર ન પડે તે રીતે વાંચી લીધું નામ 
  • નામ વાંચ્યા બાદ તરત બન્યાં ઉદાસ 

રાજસ્થાનમાં 9 દિવસના સસ્પેન્સ બાદ રાજ્યને નવા કેપ્ટન મળ્યાં છે. ભાજપે ભજનલાલ શર્માને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ભજનલાલનું નામ નક્કી થતાં વસુંધરા રાજે સંપૂર્ણરીતે સાઈડલાઈનમાં આવી ગયા પરંતુ તેમાંય પાછી ભાજપે ચાલાકી કરી અને તેમની પાસે જ નવા સીએમના નામનો પ્રસ્તાવ રજૂ કરાવ્યો હતો જેને ધારાસભ્ય પક્ષ દ્વારા સર્વાનુમતે મંજૂર કરી દીધો હતો. 

ભજનલાલના નામવાળી ચિઠ્ઠી વાંચીને વસુંધરા રાજેએ શું કર્યું 
ધારાસભ્ય દળની બેઠક દરમિયાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજનાથે આપેલી ચિઠ્ઠી પર કોઈને ખબર ન પડે તે રીતે નવા સીએમનું નામ વાંચી લેતા જોવા મળી રહ્યાં છે. તેઓ ચિઠ્ઠી વાંચીને નવાઈ પામીને રાજનાથ સામે જુએ છે અને તરત ઉદાસ બનતાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ સ્લિપ છે જે રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂકતા પહેલા વસુંધરા રાજેને સોંપી દીધી હતી. તેના પર ભજનલાલનું નામ લખેલું હતું, જેનું નામ રાજે ધારાસભ્યોને પ્રપોઝ કરવાનું હતું.

હોટલમાં વસુંધરાને એકલા મળીને રાજનાથે આપી હાઈ કમાન્ડના નિર્ણયની જાણકારી 
ધારાસભ્ય દળની બેઠક પહેલા રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે હોટલ લલિતમાં અલગથી બેઠક કરી હતી અને તેમને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. બેઠકમાં રાજનાથે વસુંધરા રાજેને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયને જાણકારી આપી હતી કે ભજનલાલ શર્માને સીએમ જાહેર કરવાના છે અને તે પણ તમારા દ્વારા પ્રસ્તાવિત થશે. રાજનાથે રાજેને પાર્ટીમાં હવે પછીની તેમની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહે વસુંધરાને પાર્ટીના નેતૃત્વના નિર્ણયની જાણકારી આપી હતી અને ધારાસભ્ય દળની બેઠકમાં શર્માના નામનો પ્રસ્તાવ મૂકવા માટે તેમને સમજાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સિંઘે તેને ખાતરી આપી હતી કે તેનો આગામી રોલ આગામી થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે.

ભાજપે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું 
છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ સંપૂર્ણપણે અકબંધ રહ્યું હતું અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે પણ રાજસ્થાનમાં તમામ અટકળોને ખોટી સાબિત કરીને 'છુપા રુસ્તમ' આગળ ધર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને મુખ્યમંત્રી પદની મહત્વની દાવેદાર માનવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે રાજેએ પોતાનો દાવો મજબૂત કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા હતા. રાજે ઉપરાંત બાબા બાલકનાથ, ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અડધો ડઝન જેટલા દિગ્ગજ નેતાઓના નામની અટકળો લગાવવામાં આવી હતી. જોકે અચાનક સરપ્રાઈઝ નામ જાહેર કરવામાં આવ્યું. ભજનલાલ શર્મા તો સીએમની રેસમાં જરા પણ નહોતા. ધારાસભ્ય દળની બેઠક પહેલાં યોજાયેલા ફોટો સેશનમાં ચોથી હરોળમાં ઊભા રહેલા ભજનલાલનું નામ રાજેએ રજૂ કરતાં જ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ