બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips Keeping these idols in the house will bring prosperity

વાસ્તુ ટિપ્સ / ઘરમાં આ મૂર્તિઓ રાખવાથી આવશે સમૃદ્ધિ, જીવનમાં ક્યારેય નહીં થાય રૂપિયાની તંગી

Published By: Megha

Last Updated: 01:23 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીકવાર ઘરમાં ખોટી જગ્યાએ મૂર્તિઓ રાખેલી હોય છે, જેનાથી ઘર-પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે. જો તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવી છે તો વાસ્તુના નિયમ મુજબ મૂર્તિઓ રાખવી જોઈએ.

હિંદુ ધર્મમાં વાસ્તુ મુજબ મૂર્તિઓ પણ રાખવાના કેટલાક નિયમો બનાવામાં આવ્યા છે. જો તમે ઘરમાં મૂર્તિ રાખતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરશો તો તેનાથી નકારાત્મકતા દૂર થશે અને સુખ,સમૃદ્ધિ વધી શકે છે. મૂર્તિઓ ઘરની સજાવટની સાથે પરિવારનું ભાગ્ય પણ ચમકાવે છે. જો વાસ્તુના કેટલાક નિયમો મુજબ પોતાના ઘરમાં મૂર્તિ રાખશો તો તમને ધન પ્રાપ્તિની સાથે શુભ ફળ મળશે.

ભૂલથી પણ ઘરમાં ન રાખતા આ 5 ચીજ, નહીં તો ખરાબ દિવસો શરૂ, જાણો શું કહે છે  વાસ્તુ શાસ્ત્ર | vastu tips for home dont keep these unlucky things at home

કામધેનુ ગાય
હિંદૂ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. જો તમે તમારા ઘરમાં પીત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્ઝા દૂર થાય છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

કાચબો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ડ્રોઈંગ રુમમાં ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુની બનાવટનો કાચબો રાખવાને ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. તેને ઘરમાં રાખવાથી પૈસાની તંગી નથી રહેતી. તેનાથી તમામ બાધાઓ દૂર થાય છે.

માછલી
જો તમે તમારા ઘરમાં માછલીને રાખો છો તો તેને વાસ્તુમાં શુભ માનવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ધાતુની માછલી હોય છે તેમના પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની માછલી રાખી શકો છો, તેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે.

Tag | VTV Gujarati

હાથી
હાથીની મૂર્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની મૂર્તિ રાખો છો તો ધન અને સમૃદ્ધિ વધે છે.

વધુ વાંચો: આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

હંસની જોડી
ઘરના ડ્રોઈંગરૂમમાં જો તમે હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને લાભ થઈ શકે છે. આ મૂર્તિથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ લગ્ન જીવન સારું પસાર થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra vastu tips vastu tips for Home વાસ્તુ ટિપ્સ વાસ્તુ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ