બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / UP minister satish sharma video of washing his hand near shivling went viral, samajwadi party and congress

વિવાદ / યોગી સરકારના મંત્રી સતીશ શર્માની કરતૂત, શિવલિંગ પાસે હાથ ધોતો વીડિયો વાયરલ

Vaidehi

Last Updated: 06:25 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP સરકારનાં મંત્રી દ્વારા શિવલિંગની પાસે હાથ ધોવાની ક્રિયાને લઈને સપા અને કોંગ્રેસે સવાલો ઊઠાવ્યાં છે. જ્યારે મંદિરનાં પુજારીએ કહ્યું કે હસ્ત પ્રક્ષાલન જે જગ્યાએ પૂજા થાય ત્યાં જ કરવામાં આવે છે.

  • યૂપી સરકારનાં મંત્રીનો વિવાદસ્પદ વીડિયો વાયરલ
  • સપા અને કોંગ્રેસે મંત્રી સહિત ભાજપ પર સાધ્યું નિશાન
  • શિવલિંગ પાસે હાથ ધોવાનો આરોપ મૂક્યો

બરાબંકીનાં લોધેશ્વર મહાદેવ મંદિરમાં યૂપી સરકારનાં મંત્રી સતીશ શર્મા દ્વારા કથિત રૂપે શિવલિંગની પાસે હાથ ધોવાને લઈને સપા અને કોંગ્રેસએ આ મંત્રી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે મંદિરનાં પુજારીએ તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે હસ્તપ્રક્ષાલન જે જગ્યાએ પૂજા કરવામાં આવે છે ત્યાં જ થાય છે. મંત્રીએ કહ્યું કે તેમના હાથમાં પૂજનની સામગ્રી હતી. પહેલા જુઓ આ વાયરલ વીડિયો.

સપાનાં નેતા સુનીલ સિંહ યાદવની પ્રતિક્રિયા
વીડિયોમાં મંત્રી સતીશ શર્માને સાથે સાથે યૂપી સરકારનાં એક અન્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતાં. સમાજવાદી પાર્ટીનાં નેતા સુનીલ સિંહ યાદવે આ વિવાદને લઈને મંત્રી સતીશ શર્મા પર નિશાન સાધતાં કહ્યું કે કોઈ અન્ય જાતિનાં નેતાએ  કર્યું હોત તો ભાજપનાં લોકોએ અત્યાર સુધીમાં તેને પાર્ટીની બહાર કાઢી નાખ્યું હોત.

કોંગ્રેસે ભાજપ પર કર્યાં તીખા પ્રહાર
કોંગ્રેસે પણ ભાજપ પર નિશાન સાધ્યું. યૂપી કોંગ્રેસે ટ્વીટર પર વીડિયો શેર કરતાં મંત્રી પર આરોપ લગાડ્યો કે તે શિવલિંગ પાસે હાથ ધોઈ રહ્યાં છે. કહ્યું કે ભાજપ આસ્થાનો ઉપયોગ માત્ર રાજનીતિ માટે જ કરે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ઉત્તરપ્રદેશ સરકારનાં મંત્રી સતીશ શર્મા શિવાયલમાં શિવલિંગનાં અર્ધ્યને અડીને હાથ ધોઈ રહ્યાં છે. બગલમાં વધુ એક મંત્રી જિતિન પ્રસાદ ઊભા થઈને જોઈ રહ્યાં છે. ધર્મનાં નામ પર, દેવી-દેવતાઓનાં નામ પર રાજનીતિ કરનારાઓ અને સત્તા પર બેસનારા લોકોની પાસે એટલી સામાન્ય બુદ્ધિ પણ નથી કે શિવલિંગની નજીક હાથ ન ધોવા જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ