બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Unseasonal rain forecast amid heatwave in Gujarat

હવામાન / પડ્યા પર પાટું, ડુંગળીના ઓછા ભાવ બાદ હવે ખેડૂતોને માવઠાની ચિંતા, ભાવનગર યાર્ડ એક સપ્તાહ બંધ તો અન્ય શહેરના યાર્ડે આવો લીધો નિર્ણય

Dinesh

Last Updated: 04:55 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આગાહીથી કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ છે. વરસાદને લઇ ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે.

  • ગુજરાતમાં ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી
  • રાજ્યમાં માવઠાની આગાહીને લઇ અમરેલીના ખેડૂતો ચિંતામાં
  • આગાહીને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સજ્જ


ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામા આવી છે. માવઠાની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી છે. ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં માવઠાની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તારીખ 5, 6 અને 7 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે
હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડે અગમચેતી બન્યું છે. કમોસમી વરસાદ લઇ માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે. આગાહીને લઇ યાર્ડમાં માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. યાર્ડના રાજસ્થાનના શ્રમિકો હોળીના પર્વ નિમિત્તે વતન જશે. હોળીના પર્વને ધ્યાનમાં લઇને પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. યાર્ડમાં તમામ પ્રકારની જણસી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

અમરેલીના ખેડૂતો ચિતામાં મુકાયા
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ અમરેલીના ખેડૂતો ચિંતામાં મકાયા છે. અમરેલીમાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ છે.  ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પાકની માવજત તૈયાર કરી છે. ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકોની માવજત કરી છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. ખેડૂતો ખેતરમાંથી પાક ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે.

અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છેઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.

રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.

વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં 
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ