બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unja court rejected the discharge petition of 4 accused in the Unava forest guard paper copy case

મહેસાણા / ઉનાવા વન રક્ષક પેપર કોપી કેસ મામલે ઊંઝા કોર્ટનું આકરું વલણ, ફગાવી આરોપીઓની ડિસ્ચાર્જ અરજી

Vishnu

Last Updated: 04:10 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાવા વન રક્ષક પેપર કોપી કેસ મામલે 4 આરોપીઓએ ઊંઝા કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરી હતી જેણે કોર્ટે ફગાવી દીધી છે

  • મહેસાણા ઉનાવા વન રક્ષક પેપર કોપી કેસ મામલો
  • એક યુવતી સહિત 4 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ
  • ચારેય આરોપીઓ હજી જ્યુડિશિયલ કસ્ટડીમાં

27 માર્ચ મહિનામાં મહેસાણાના ઉનાવામાં વનરક્ષક પરીક્ષા યોજાઇ હતી. જેમાં લેટરપેડ પર સવાલના જવાબો લખેલા મળી આવતા મામલો ગરમાયો હતો. જે મામલે હોબાળો થતા પ્યુન દ્વારા લેટરપેટ સળગાવી દેવામાં આવ્યું પરંતુ આ ઘટનામાં  રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો હતો.  સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો. તેને  પેપર સોલ્વ કરવાની જવાબદારી સોંપાઈ હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા આ ષડયંત્ર રચ્યું હતું.  શાળાના પટ્ટાવાળા એટલે કે પિયુષ ઘનશ્યામ ભેમજીભાઇએ  ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા હતા અને તે ફાટા પાડીને રાજુ અને સ્મિતને મોકલ્યા હતા.  જે બાદ પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી 8 આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

એક યુવતી સહિત 4 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ
હજુ પણ આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. જેમાંથી 4 આરોપીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. ઊંઝા કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. ચારેય આરોપીઓ હજી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આરોપીઓ જામીન અરજી કરી ચૂક્યા છે જે કોર્ટે નકારી દીધી હતી.

વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિના આરોપી 

  • ક્રમ   આરોપીનું નામ                                      રહેઠાણ
  • 1    રાજુભાઇ માનસંગભાઇ                                       પ્રતાપગઢ તા.ઊંઝા
  • 2    ચૌધરી સુમિતકુમાર વાલજીભાઇ                          લક્ષ્મીપુરા ઉનાવા, તા.ઊંઝા 
  • 3    પટેલ ઘનશ્યામભાઇ ભાણજીભાઇ                        મક્તુપુર તા.ઊંઝા
  • 4    પટેલ અલ્પેશકુમાર કાન્તિલાલ                             ઉનાવા આઝાદચોક તા.ઊંઝા
  • 5    ચૌધરી જગદીશભાઇ શિવરામભાઇ                       પ્રતાપગઢ તા.ઊંઝા
  • 6   ચૌધરી મૌલિક ઉર્ફે હાર્દીક હીરાભાઇ                      પ્રતાપગઢ તા.ઊંઝા
  • 7   ચૌધરી મનીષાબેન ઉર્ફે માયાબેન ગોવિંદભાઇ          પ્રતાપગઢ, ઉનાવા તા.ઊંઝા
  • 8   રવિ કનુભાઇ મકવાણા                                         ઊંઝા

કેવી રીતે પેપર ફૂટ્યું?
ગત માર્ચ મહિનામાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.  નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે. સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો. તથા વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. 

રવિ મકવાણા ઝડપાતા ગેરરીતિનો પર્દાફાશ થયો 
રાજુ ચૌધરીએ માયા ચૌધરીને પાસ કરાવવા માટે આખુ ષડયંત્ર રચ્યુ હતું. રાજુ જ્યારે જવાબની કોપી આપવા ગયો ત્યારે રવિ મકવાણા પાણી પીવા આવ્યો હતો અને તેણે રાજુને કોપી કરાવતા જોઇ લીધો. ત્યારબાદ આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા.   જો કે રવિ મકવાણા પકડાઇ જતા સમગ્ર ગેરરીતીનો પર્દાફાશ થયો હતો. 

સુપરવાઇઝરે માયા ચૌધરીને કરી હતી મદદ઼
માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝરે પણ મદદ કરી હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબ સાથે આખેઆખુ પેપર લખી નાખ્યું હતું. જ્યારે આ કૌભાંડ થયુ હોવાની જાણ થતા શાળામાં હોબાળો મચ્યો હતો. અને પટ્ટવાળાએ જવાબો લખેલો કાગળ સળગાવી દીધો હતો. સમગ્ર મામલે વિસનગર DySP અતુલ વાણંદને તપાસ સોંપવામાં આવી હતી. ઇપીકો કલમ ૧૨૦બી,૪૦૬,૪૦૯,૨૦૧,તથા આઇ.ટી.એક્ટ કલમ ૭૨ મુજબ ઉનાવા પેપર ગેરીરીતિ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

8 શખ્સો સામે નોંધાઇ હતી ફરિયાદ
સમગ્ર મામલે ઉનાવા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, મૌલિક ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત મનીષા ચૌધરી, જગદીશ ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલ તથા  રવિ મકવાણા સામે ફરિયાદ નોંધાઇ હતી.રાજુ, સુમિત, ઘનશ્યામ, અલ્પેશે સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. પ્રશ્નપત્રના મોબાઇલથી ફોટા પાડી વોટ્સએપથી બહાર મોકલ્યું હતું. વળી પેપરના જવાબો તૈયાર કરીને પરીક્ષાર્થીઓને મોકલ્યા હતા. તેમજ જવાબ લખેલા કાગળો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરી દેવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.   જે તે વખતે ગેરરીતિ બહાર આવતા ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

જે પણ થયું એ ઘટનાનું પુનરાવર્તન હતું.અવાર નવાર સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી થી આવી. પરંતુ સરકાર અને ભરતી બોર્ડ વારંવાર થતા કૌભાંડોથી પણ શીખ નથી લઈ રહી સીસ્ટમના ફેઈલીયરના કારણે લાખો ઉમેદવારોની વર્ષોની મહેનત પર ફરી વાર પાણી ફરી વળે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ