બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Union Home Minister Amit Shah will review the situation after the announcement of tickets in the state

ઈલેક્શન 2022 / ભાજપમાં નારાજગીના સૂરને ખાળવા અમિત શાહ એક્શનમાં, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક શરૂ

Dinesh

Last Updated: 05:36 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમા ટિકિટ જાહેર થયા બાદ ઉભી થયેલી સ્થિતિની કરશે સમીક્ષા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારથી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે

  • અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે
  • કમલમમાં કરશે ઉચ્ચસ્તરીયય બેઠક
  • CM સોમવારથી પ્રચારના શ્રી ગણેશ કરશે
  • કચ્છના નલિયાથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર 


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ ગરમાયું છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ ઉમેદાવોરના નામ જાહેર કરવામાં આવે છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યો છે. ઉમેદવારોને લઈ ક્યાંક વિરોધના શૂર પણ ઉઠી રહ્યાં છે તો ક્યાંક પક્ષપલટાઓના પવન પણ ફૂંકાઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે ભાજપમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે. 

અમિત શાહ ગુજરાત પ્રવાસે
ભાજપે 166 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અમુક બેઠકો પર ઉમેદવારોને લઈ કાર્યકર્તાઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા. કોબા સ્થિત કમલમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક ગૃહમંત્રી અમિત શાહ કરશે. રાજ્યમા ટિકિટ જાહેર થયા બાદ ઉભી થયેલી સ્થિતિની પર સમીક્ષા કરશે. અમિત શાહ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે જેમાં તેઓ ઉભી થયેલી તંગ સ્થિતિ અંગે તાંગ મેળવશે. આ બેઠકમાં બાકી રહેલી ટિકિટની ફાળવણી અને પ્રચાર સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે

CM ભૂપેન્દ્ર પટેલ સોમવારથી પ્રચારના શ્રી ગણેશ કરશે
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ફરી સત્તાવાપસી માટે ભાજપ ફરી મજબૂતાઈથી કામે લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારથી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે. કચ્છ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચારના શ્રી ગણેશ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર નલિયામાં મુખ્યમંત્રી સભાને સંબોધશે.  અબડાસા ઉમેદવાર પ્રધુમનસિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધશે. ભૂપેન્દ્ર પટેલની સભા બાદ પ્રધુમનસિંહ જાડેજા ઉમેદવારવારી પત્ર ભરશે.

જુઓ ક્યાં ક્યાં વિરોધ
ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવે નારાજ
કરજણ બેઠક પર સતિશ નિશાળીયાની નારાજગી
પાદરા બેઠક પર ભાજપના દિનેશ પટેલ પણ નારાજ
નાંદોદ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
જેઠા ભરવાડને શહેરાથી ટિકિટ મળતા નારાજ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ