બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / NRI News / UK VISA FREE VISA OFFER TO THOUSANDS OF YOUNG PEOPLE, ANYONE CAN APPLY

Young Professionals Scheme / UK VISA: હજારો યુવાનો માટે વિઝાની ઓફર, કોઈ પણ વ્યક્તિ કરી શકે છે એપ્લાય: સુનકે આપી મંજૂરી

Megha

Last Updated: 02:27 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં ભણવા અને નોકરી કરવા માંગતા યુવાનો માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. જે હેઠળ 18 થી 30 વર્ષની વયના ભારતીયો બ્રિટનમાં બે વર્ષ સુધી રહેવા માટે અરજી કરી શકે છે.

બ્રિટનમાં ભણવા અને નોકરી કરવાનું સપનું જોતા ભારતીય યુવાનો માટે સારા સમાચાર છે. આજથી તમે યુનાઈટેડ કિંગડમ વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશો, પરંતુ માત્ર 3 હજાર ભારતીયોને જ વિઝા મેળવવાની તક મળશે. 

બ્રિટનમાં ભણવા અને નોકરી કરવા માંગતા યુવાનો માટે નવી યોજના શરૂ
બ્રિટનમાં ભણવા અને નોકરી કરવા માંગતા યુવાનો માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, 18 થી 30 વર્ષની વયના ભારતીયો બ્રિટનમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવા માટે અરજી કરી શકે છે. યુકે હોમ ઓફિસે ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ નવા બેલેટની જાહેરાત કરી છે. આ એક પ્રકારનો ડ્રો હશે. બેલેટ ડ્રો 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ શરૂ થવાનું છે અને 22 ફેબ્રુઆરી, 2024 ના રોજ સમાપ્ત થવાનું છે.

UKએ યુવા પ્રોફેશનલ્સ માટે વિઝાના દરવાજા ખોલી દીધા
બ્રિટિશ સરકારે યુવા પ્રોફેશનલ્સ માટે વિઝાના દરવાજા ખોલી દીધા છે. ભારતમાં બ્રિટિશ એમ્બેસીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. આ યોજના હેઠળ 3 હજાર ભારતીય યુવાનોને 2 વર્ષ સુધી બ્રિટનમાં રહેવા, અભ્યાસ અને કામ કરવાની તક આપવામાં આવશે. અરજદારોની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.

બ્રિટન જવાનું પ્લાન કરતાં લોકો માટે ઝટકો, ઋષિ સુનકે વિઝા માટે લીધો મોટો  નિર્ણય | uk visa fee to rise significantly know how much indians will have  to pay

આ લોકો કરી શકે છે અરજી
આ બેલેટ 20 ફેબ્રુઆરીએ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે અને 22 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 2:30 વાગ્યે સમાપ્ત થશે. આ ભારતીય નાગરિકો માટે ખુલ્લું છે જેમની પાસે સ્નાતકની ડિગ્રી અથવા તેથી વધુ છે. ઉપરાંત, તેની પાસે GBP 2,530 એટલે કે આશરે રૂ. 2,60,000 ની બચત હોવી જોઈએ. એટલું જ નહીં, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને તે વ્યક્તિ પર નિર્ભર ન રહેવું જોઈએ.  

ડ્રો દ્વારા પસંદ કરાયેલા સફળ ઉમેદવારો પાસે વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 90 દિવસનો સમય હશે. આમાં હેલ્થ સરચાર્જ અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી સંબંધિત ફીની ચૂકવણીનો પણ સમાવેશ થશે. વધુમાં અરજદારોએ તેમની વિઝા અરજીના 6 મહિનાની અંદર યુ.કે.ની મુસાફરી કરવાનું આયોજન કરવું પડશે. 

વધુ વાંચો: વિદેશ જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, આ દેશોએ ઘટાડ્યા વિઝા

જણાવી દઈએ કે, ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ મે 2021માં શરૂ થયેલી યુકે-ઈન્ડિયા મોબિલિટી એન્ડ માઈગ્રેશન પાર્ટનરશિપનો એક ભાગ છે. આ ભાગીદારી ભારત અને બ્રિટન વચ્ચે માઈગ્રેશન સિસ્ટમને મજબૂત કરવા અને ઈમિગ્રેશન મુદ્દાઓ પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. તેની મદદથી ભારતીય પ્રોફેશનલ્સ બ્રિટનમાં સરળતાથી કામ કરી શકશે. ઉપરાંત, આ યોજના વિઝા પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પણ મજબૂત બનાવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ