બ્રેકિંગ ન્યુઝ
VTV / UIDAI allows residents to verify mobile numbers, email IDs seeded with Aadhaar
ADVERTISEMENT
આધાર જારી કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લોકો માટે એક નવી સુવિધા શરુ કરવાની જાહેરાત કરી છે. આ નવી સુવિધા હેઠળ લોકો હવે તેમના આધાર સાથે કયો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જોડાયેલા છે તે સરળતાથી જાણી શકશે.
#VerifyAadhaarwithQRCode
— Aadhaar (@UIDAI) May 2, 2023
All forms of Aadhaar have a digitally signed and secured QR Code.
Aadhaar can easily be verified by scanning the QR Code, using the mAadhaar App or Aadhaar QR Scanner. pic.twitter.com/rgnBn1MRUo
ADVERTISEMENT
આધાર ઓથોરિટીએ આ સુવિધા એટલા માટે શરુ કરી છે કે એક વાર આધારની નોંધણી કરાવ્યાં બાદ લોકો ભૂલી જાય છે કે તેમણે આધારમાં કયો નંબર આપ્યો હતો પરંતુ નવી સુવિધા દ્વારા તેનો સરળતાથી તેમનો મોબાઈલ નંબર જાણી શકશે અને જરુર પડે બદલી પણ શકશો.
ADVERTISEMENT
ખોટા નંબર પર નહીં જાય ઓટીપી
યુઆઈડીએઆઈના ધ્યાનમાં આવ્યું હતું કે આધાર કાર્ડ ધારકોને ખબર નથી હોતી કે તેમના આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે. આવી સ્થિતિમાં, નાગરિકો ચિંતિત છે કે આધાર પર આવતા ઓટીપી અન્ય કોઈ મોબાઇલ નંબર પર જતા નથી. પરંતુ UIDAIની આ સુવિધાના કારણે આધાર ધારકો સરળતાથી ચેક કરી શકશે કે કયો મોબાઇલ નંબર તેમના આધાર સાથે જોડાયેલો છે.
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની કેવી રીતે ખરાઈ કરવી
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની ખરાઈ કરવા માટે, યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in અથવા એમઆધાર એપ્લિકેશન પર જાઓ અને વેરિફાઇ ઇમેઇલ / મોબાઇલ નંબર પર ક્લિક કરો. આ સાથે નાગરિકો જાણી શકશે કે તેમના આધાર સાથે કયો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી લિંક છે. અને જો કોઇ નંબરને આધાર સાથે લિંક કરવામાં આવે તો તે સરળતાથી જાણી શકાશે અને આધાર કાર્ડ ધારકો તેમનો નંબર અપડેટ કરી શકશે. જો મોબાઇલ પહેલેથી જ વેરીફાઇ થઇ ગયો હશે તો આ મેસેજ આવશે કે જે મોબાઇલ નંબર દાખલ કરવામાં આવ્યો છે તે અમારા રેકોર્ડમાં પહેલાથી જ વેરીફાઇ થઇ ગયો છે. આધાર માટે એનરોલમેન્ટ દરમિયાન નાગરિકને કયો મોબાઇલ નંબર આપ્યો છે તેની જાણકારી ન હોય તો તેઓ માયઆધાર પોર્ટલ કે એમઆધાર એપ પર જઇને વેરીફાઇ આધાર ફીચરમાં જઇને મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ અંકોની છેલ્લા ત્રણ અંકોની ચકાસણી છેલ્લા ત્રણ આંકડા લખીને કરી શકે છે.
ADVERTISEMENT
આધાર સાથે ઈ-મેઈલ કે મોબાઈલ નંબરને જોડવા આધાર સેન્ટર જ જવું પડશે
જો નાગરિકો પોતાના ઈ-મેઈલ કે મોબાઈલ નંબરને પોતાના આધાર સાથે લિંક કે અપડેટ કરવા માગતા હોય તો તેમણે આધાર સેન્ટરની મુલાકાત લેવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.