બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:29 PM, 18 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમોમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે. આ તરફ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, સુરત સહિતના વિવિધ વિસ્તારોમાં 12,444 વ્યક્તિઓના સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ અનેક લોકોનું રેસ્કૂય પણ કરવામા આવ્યું છે. ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ
આણંદમાં મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચમાંરા ગામમાં નદી પટમાં ગત રાત્રીએ 9 લોકો ફસાયા હતા. જેમાં 3 મહિલા 3 બાળક અને 3 પુરૂષોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. NDRF વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ 9 લોકોને NDRFની ટીમે બહાર કાઢ્યા છે.
બે લોકોનું રેસ્ક્યૂ કરાયું
આણંદના ગંભીરા પાસે ફસાયેલા બે લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આંકલાવના PSI એમ.આર.વાળાએ દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતું. મહીસાગર મંદિરમાં એક વૃદ્ધ અને મહિલા ફસાયા હતા. PSIએ SDRFની રાહ જોયા વિના રેસ્ક્યૂ હાથ ધર્યું હતું બેના જીવ બચાવી લીધા હતા.
ચમાંરા ગામે એન ડી આર એફનો રેસ્ક્યૂ
આણંદના આંકલાવના ચમાંરા ગામે એન ડી આર એફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અત્રે જણાવી દઈએ કે, 9 લોકો મહીસાગર નદીના તટમાં ફસાયા છે, જેમને બચાવવા એન ડી આર એફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે.
વ્યાસબેટ પર લોકોનું રેસ્ક્યૂ કરાયું
વડોદરાના વ્યાસબેટ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બે દિવસથી વ્યાસબેટમાં ફસાયેલા 12 લોકોનું રેસક્યૂ કરાયું છે.
નાવડી ઓવારે ત્રણ લોકો ફસાયા હતા
સુરતના નાવડી ઓવારે આવેલી વસાહત પાણીમાં ગરકાવ થઈ છે. નાવડી ઓવારે ત્રણ લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.