બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ફેશન અને સૌંદર્ય / try these 3 homemade face mask to get rid of blackheads instantly

Blackheads Face Mask / ચહેરા પરના બ્લેકહેડ્સથી મેળવવા માંગો છો છુટકારો, તો ઘરે જ તૈયાર કરો આ હોમમેડ ફેસ માસ્ક

Bijal Vyas

Last Updated: 08:15 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્વચાને લગતી આ સમસ્યાઓમાંથી એક બ્લેકહેડ્સ પણ છે, જે ઘણીવાર ચહેરાની સુંદરતા છીનવી લે છે. આવો જાણીએ કુદરતી રીતે બ્લેકહેડ્સથી છુટકારો મેળવવાની ટ્રિક...

  • રાઇસ ફેસ માસ્ક દ્વારા કરો ફેસ પરના બ્લેકહેડ્સ ક્લિન 
  • ટામેટા ફેસ માસ્ક પણ છે કારગર 
  • બદામ-મધના ફેસ પેકથી દૂર થશે બ્લેકહેડ્સ

Blackheads Face Mask: ઘણીવાર ઘરની બહાર રહેવાના કારણે ધૂળ અને માટીના કારણે તમારી સ્કિન પ્રભાવિત થાય છે. વધતા પ્રદૂષણ અને કામના બોજને કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી પરેશાનીનો સામનો કરવો પડે છે. પિમ્પલ્સ અને ફોલ્લીઓના કારણે ઘણીવાર ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ત્વચાને લગતી આ સમસ્યાઓમાંથી એક બ્લેકહેડ્સ પણ છે, જે ઘણીવાર ચહેરાની સુંદરતા છીનવી લે છે. જો તમે પણ બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છો, તો કેટલાક નેચરલ ફેસ માસ્ક છે, જેનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ-

1. રાઇસ ફેસ માસ્ક
સામગ્રી

  • બે ચમચી ક્રશ કરેલા ચોખા
  • એક ચમચી મધ
  • એક ચમચી પાણી

આ રીતે બનાવો ફેસ માસ્ક 
રાઇસનો ફેસ માસ્ક બનાવવા માટે, પહેલા ચોખાને ક્રશ કરી પાવડર તૈયાર કરો. હવે એક બાઉલમાં આ પાવડર લો, તેમાં એક ચમચી મધ ઉમેરો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરો. હવે આ પેસ્ટને 5 મિનિટ માટે આ રીતે રાખો. બાદમાં, તેને બ્લેકહેડ્સ પર લગાવો અને તેને 15 મિનિટ સુધી સૂકાવા દો. અંતે તેને હળવા હાથે ચહેરા પર  ગોળ-ગોળ ફેરવીને સાફ કરો.

Tag | VTV Gujarati

2. ટામેટા ફેસ પેક 
સામગ્રી

  • એક ટામેટુ
  • એક ચમચી પલાળીને ક્રશ કરેલી અળદની દાળ 

આ રીતે તૈયાર કરો ફેસ માસ્ક 
ટામેટાંનો ફેસ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા દાળને પીસીને વાસણમાં કાઢી લો. હવે તેમાં ટામેટાનું છીણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી આ તૈયાર કરેલી પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવો અને થોડી વાર રહેવા દો. જ્યારે માસ્ક સુકાઈ જાય, ત્યારે તેને હળવા હાથ મસાજ કરો. છેલ્લે તમારા ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો.

Topic | VTV Gujarati

3. બદામ-મધનો ફેસ માસ્ક 
સામગ્રી

  • 4-5 બદામ
  • એક ચમચી કાળા તલ
  • અડધી ચમચી મધ

ફેસ માસ્ક બનાવવાની રીત 
સૌપ્રથમ બદામને બારીક પીસીને બાઉલમાં કાઢી લો. હવે આ પીસેલી બદામમાં કાળા તલ અને મધ સારી રીતે મિક્સ કરો. આ પછી, તૈયાર કરેલી પેસ્ટને 5 મિનિટ માટે આ રીતે રાખો. પાંચ મિનિટ પછી તેને બ્લેકહેડ્સ પર લગાવો. જ્યારે માસ્ક સુકાઈ જાય, ત્યારે તેને ભીના હાથ કરીને મસાજ કરો. પછી પાણીથી સાફ કરી લો. આમ કરવાથી બ્લેકહેડ્સ સાફ થઈ જશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ